ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 785.7 અબજની નવી ઓલ - ટાઈમ હાઈ સપાટી વટાવી

India | 12 September, 2026 | 12:15 PM
FCNR-B સ્કીમ સુપરહિટ : નોન - રેસિડેન્ટ ભારતીયો દ્વારા 136 અબજ ડોલરથી વધુનું રોકાણ, RBI ની વ્યૂહરચના સફળ
સાંજ સમાચાર

મુંબઈ, તા. 12
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નીતિઓ અને પ્રોત્સાહક યોજનાઓના પરિણામે દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. 04 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સતત 10મા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં જંગી વધારો નોંધાયો છે.

રિઝર્વ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી 'ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ બેંક' (FCNR-B) યોજનાને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે દેશનું ફોરેક્સ રિઝર્વ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડા અનુસાર, 4 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 44.903 અબજ (44.903 billion) નો જંગી વધારો થયો છે.

આ અગાઉના સપ્તાહમાં પણ 11.48 અબજનો વધારો નોંધાયો હતો. આ સાથે દેશનું કુલ વિદેશી મુદ્રા ભંડાર વધીને 785.706 અબજ ની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 28 ઓગસ્ટ 2026ના રોજ 740.803 અબજનો રેકોર્ડ બન્યો હતો, જે આ સપ્તાહે તૂટી ગયો છે.

કુલ વિદેશી મુદ્રા ભંડારનો મુખ્ય હિસ્સો ગણાતી 'ફોરેન કરન્સી એસેટ્સ' (FCA) માં 4 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 47.494 અબજનો મોટો વધારો થયો છે. આ સાથે કુલ FCA ભંડાર વધીને 648.186 અબજ થઈ ગયો છે. ડોલરમાં દર્શાવવામાં આવતા FCA માં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-અમેરિકી ચલણોના મૂલ્યમાં થતી વધ-ઘટની અસર પણ સામેલ હોય છે.

આલોચ્ય સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં થોડું કરેક્શન આવવાને કારણે આરબીઆઈના સોનાના ભંડારના મૂલ્યમાં 2.594 અબજનો ઘટાડો નોંધાયો છે. હાલમાં સોનાના ભંડારનું મૂલ્ય ઘટીને 113.816 અબજ થયું છે. માર્ચ 2026ના અંત સુધીમાં આરબીઆઈ પાસે 880.52 ટન સોનું હતું, જે દેશના કુલ ફોરેક્સ રિઝર્વના આશરે 16.7% જેટલું થાય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj