પુણે તા.12
ગાય-ભેંસ પાલન સાથે સંકળાયેલા પશુપાલકો માટે એક એવી ટેકનીક બહાર આવી છે, જે તેમના નફાને અનેકગણો વધારી શકે છે. મહારાષ્ટ્રમાં પહેલીવાર એક એવો પ્રયોગ થયો છે જયાં સરોગેટ ટેકનીકથી મુર્રા ઓલાદના ચાર ભેંસના બચ્ચાએ જન્મ લીધો છે, જેમાં ત્રણ માદા છે અને એક નર છે.
આમ તો એક ભેંસ પુરા જીવનમાં 8થી10 બચ્ચાને જન્મ આપે છે પણ હવે આ મોડર્ન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનીકની મદદથી એક જ હાઈબ્રીડની ભેંસથી વર્ષમાં 50થી વધુ હાઈબ્રીડના બચ્ચા પેદા કરી શકાશે.
પુણેના તથાવડે સ્થિત ઈટી- આઈવીએફ લેબમાં સંશોધકએ એક ખેડૂતની સૌથી વધુ દૂધ આપનારી ભેંસને પસંદ કરી. 11 સપ્ટેમ્બરે આ ડોનર ભેંસમાં 16 ઈંડા-ઉપયોગ કરાયેલા એગસેલ કાઢવામાં આવ્યા અને તેને લેબમાં સારી ઓલાદના સાંઢના સીમન સાથે ફર્ટીલાઈજ કરાયા. 6 દિવસમાં 5 બહેતરીન ભ્રણ એટલે કે એમ્બ્રિયો તૈયાર કરાયા.
બાદમાં આ ભ્રુણ 5 સરોગેટ એટલે કે ભાડાની મા બનનારી ભેંસોમાં ટ્રાન્સફર કરી દેવાયા. 2 અને અઢી મહિના બાદ તપાસ કરાઈ તો પાંચમાંથી ચાર સરોગેટ ભેંસ પ્રેગ્નેન્ટ બની, 20 જુલાઈ દરમિયાન ચાર તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો.
તથાવડે લેવલના પ્રમુખ ડો. વિષ્ણુ જાવણેએ જણાવ્યું છે કે પારંપરિક રીતે સુધારો કરવામાં જયાં 20થી25 વર્ષ લાગતા હતા, ત્યારે આ ટેકનીકથી થોડા વર્ષમાં કમાલ થઈ જશે. આ ટેકનીકની મદદથી એક જ ઉચ્ચ બ્રીડની ભેંસથી વર્ષમાં 50થી વધુ હાબ્રિડ બચ્ચા પેદા કરી શકાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy