શેરબજારમાં કડાકા બાદ રિકવરી : સોના-ચાંદીમાં ફરી તેજીની ચમક

India, Business | 17 August, 2026 | 05:09 PM
સેન્સેકસ 160 પોઈન્ટ ડાઉન : સોનામાં 2000, ચાંદીમાં 2850નો ઉછાળો: રૂપિયો 17 પૈસા તુટયો
સાંજ સમાચાર

રાજકોટ તા.17
મુંબઈ શેરબજારમાં પ્રારંભીક કડાકા બાદ નીચા મથાળે પસંદગીના ધોરણે લેવાલી નિકળતા આંશિક રિકવરી આવી હતી. સેન્સેકસમાં 164 પોઈન્ટનો ઘટાડો હતો.
શેરબજારમાં આજે શરૂઆત નબળા ટોચે થઈ હતી. અમેરિકા-ઈરાન યુદ્ધથી હોર્મુઝ સ્ટેટ બંધ હોવા ઉપરાંત કેટલાંક દિવસોથી વિદેશી સંસ્થાઓની વેચવાલી જેવા કારણોથી સાવચેતી હતી. જાણીતા શેરીબ્રોકરોના કહેવા પ્રમાણે એકતરફી ચાલ માટે કોઈ નવા કારણો ઉભા થતા નથી એટલે માર્કેટ અનિશ્ર્ચિત માહોલમાંથી બહાર આવવાની સંભાવના નથી.

શેરબજારમાં આજે મોતીલાલ ઓસ્વાલ, આઈનોકસ વિન્ડ, નેલ્કો, રિલાયન્સ, સુઝલોન, યસબેંક, ન્યુલેન્ડ લેબ, ડાબર, પતંજલી વગેરેમાં ઉછાળો હતો. જયારે વોલ્ટાસ, બીએસઈ, કોચીન શીપયાર્ડ, ભારતી એરટેલ, આઈટીસી, આદીત્ય ઈન્ફો, ટાટા કેપીટલ, વારી એનર્જીમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 164 પોઈન્ટના ઘટાડાથી 77845 હતો તે ઉંચામાં 77928 તથા નીચામાં 77453 હતો. નેશનલ સ્ટોક એકસચેંજને નિફટી 27 પોઈન્ટ ઘટીને 24338 હતો તે ઉંચામાં 24359 તથા નીચામાં 24226 હતો.

બીજી તરફ સોના-ચાંદીમાં ફરી તેજી થઈ હતી. વિશ્ર્વબજારમાં સોનુ 4400 ડોલર હતું. હાજર સોનુ 2000 વધીને 158900 હતું. વાયદામાં 900ના સુધારાથી 155205 હતું. હાજર ચાંદી 2850 વધીને 242850 હતી. વાયદામાં 1525 વધીને 237450 હતી. ચલણબજારમાં ડોલર સામે રૂપિયો 17 પૈસા ગગડીને 65.61 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj