'બાહુબલી : ધ ઇટરનલ વૉર' સાથે રાજામૌલીની મર્ચેન્ડાઇઝ વર્લ્ડમાં એન્ટ્રી

India, Entertainment | 12 September, 2026 | 10:39 AM
એનિમેટેડ સીરિઝમાં જોવા મળશે અમરેન્દ્ર બાહુબલીના મૃત્યુ પછીની કહાની
સાંજ સમાચાર

એસ. એસ. રાજામૌલીની સુપરહિટ 'બાહુબલી' ફ્રેન્ચાઇઝી પર હવે એક એનિમેટેડ ફિલ્મ 'બાહુબલી: ધ ઇટરનલ વૉર' બની રહી છે, જે અલગ-અલગ ભાગોમાં રિલીઝ થશે. પરંતુ રાજામૌલી હવે આ ફિલ્મની સાથે મર્ચેન્ડાઇઝ (વેપારી પ્રોડક્ટ્સ)ની દુનિયામાં પણ કદમ મૂકવા જઈ રહ્યા છે. ફિલ્મમેકર્સ બાહુબલીને હવે ઘણા નવા ક્ષેત્રોમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે.

બાહુબલીના ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલીએ આ અંગે જણાવ્યું હતું કે, "બાહુબલીમાં હંમેશાંથી ફિલ્મોથી આગળ વધીને વિસ્તાર પામવાની ક્ષમતા રહી છે અને 'ધ ઇટરનલ વૉર' આપણને એ દુનિયાને નવી રીતે શોધવાની તક આપે છે. મને આનંદ છે કે અમે દર્શકો માટે નવા-નવા અનુભવો લઈને આવવાની તૈયારી કરી રહ્યા છીએ."

ઉલ્લેખનીય છે કે, 'બાહુબલી: ધ ઇટરનલ વૉર' અમરેન્દ્ર બાહુબલીના મૃત્યુ પછીની વાર્તા હશે. તેમાં દર્શાવવામાં આવશે કે મૃત્યુ પછી અમરેન્દ્ર બાહુબલી સાથે શું-શું થાય છે. આ ફિલ્મનું નિર્દેશન ઈશાન શુક્લા કરી રહ્યા છે, જ્યારે સંગીત એમ. એમ. કીરાવાણીએ આપ્યું છે.

ફ્રેન્ચાઇઝીએ 2400 કરોડ રૂપિયાની કમાણી કરી
2015માં રિલીઝ થયેલી, બાહુબલી: ધ બિગિનિંગ માત્ર મોટા પડદા પર સુપરહિટ જ નહોતી, પરંતુ બોક્સ ઓફિસ પર પણ 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. પ્રભાસ, રાણા દગ્ગુબાતી અને અનુષ્કા શેટ્ટી અભિનીત તેની સિક્વલ, બાહુબલી 2 એ 1800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. બાહુબલીનું એનિમેટેડ વર્ઝન પણ રિલીઝ થયું છે.

બાહુબલીમાં હંમેશા ફિલ્મોથી આગળ વધવાની ક્ષમતા રહી છે અને આગામી એનિમેટેડ ફિલ્મ ધ એટરનલ વોર આપણને તે દુનિયાને નવી રીતે શોધવાની તક આપે છે. - એસએસ રાજામૌલી, બાહુબલી ફ્રેન્ચાઇઝી ડિરેક્ટર

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj