નવી દિલ્હી તા.9
કરોડોના ચેક રિટર્ન કેસમાં જેલ સજાનો સામનો કરી રહેલા બોલીવુડના અભિનેતા રાજપાલ યાદવને સર્વોચ્ચ અદાલતે રૂા.5 ક્રોડ જમા કરાવવાની શરતે જામીન આપ્યા છે. જેમાં યાદવ એ સાંજ સુધીમાં કોર્ટની રજીસ્ટ્રીમાં આ રકમ જમા કરાવવાની રહેશે.
રાઘવ ચઢ્ઢાને અલગ અલગ કેસોમાં ત્રણ મહિનાની જેલ સજા થઈ છે જેમાં તેમને શરણે થવા માટે જણાવાયુ હતું અને તા.10 સપ્ટેમ્બરે તેઓએ સરન્ડર થવાનું હતું જેની સામે તેણે સુપ્રીમમાં અપીલ કરતા રૂા.5 કરોડ જમા કરાવવાની શરતે શરણે આવવામાં રાહત આપી છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જોય માલ્યા બાગ્ચીની ખંડપીઠે જણાવ્યું કે જો રાજપાલ યાદવ આ રકમ જમા ન કરાવી શકે તો તેમને જેલના શરણે થવુ પડશે અને સજા ભોગવવી પડશે. ફેબ્રુઆરીમાં રૂા.9 કરોડના ચેક બાઉન્સમાં રાજપાલ યાદવને આ પ્રકારે સજા થઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy