મુંબઈ તા, 9
સુપરહિટ વેબ સિરીઝ પરથી બનેલી ફિલ્મ ’મિર્ઝાપુર ધ મુવી’ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ સ્ટારર આ ફિલ્મે ભારતમાં રિલીઝના માત્ર ચાર દિવસમાં જ રૂ. 100 કરોડનો આંકડો વટાવી દીધો હતો.
મંગળવારે એટલે કે પાંચમાં દિવસે પણ ફિલ્મે ડબલ ડિજિટમાં કમાણી જાળવી રાખી હતી. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક મુજબ, પાંચમાં દિવસે ફિલ્મે ભારતમાં રૂ. 15.85 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જેની સાથે ભારતમાં તેનું કુલ નેટ કલેક્શન રૂ. 125.60 કરોડ પહોંચી ગયું છે.
વિદેશી કમાણીની વાત કરીએ તો, ઓવરસીઝ માર્કેટમાં પણ ફિલ્મનો જાદુ ચાલ્યો છે. પાંચમાં દિવસે વિદેશમાંથી રૂ. 3.50 કરોડ મળતાં ઓવરસીઝ ગ્રોસ કલેક્શન રૂ. 27 કરોડ થયું છે. આ સાથે ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન રૂ. 176.97 કરોડ (આશરે 180 કરોડ) સુધી પહોંચી ગયું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી જેવાં હિન્દી ભાષી વિસ્તારોમાં પ્રેક્ષકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રેડ નિષ્ણાતોની ધારણા કરતાં આ ફિલ્મે ઘણી શ્રેષ્ઠ શરૂઆત કરી છે.
આ ફિલ્મની વાર્તા 2018ના સમયગાળામાં સેટ કરવામાં આવી છે, જે સિરીઝની પહેલી સીઝનના ન કહેલા પ્રકરણ અને કાલિન ભૈયા તથા ગુડ્ડુ પંડિત વચ્ચેની સત્તાની લડાઈને મોટા પડદા પર રજૂ કરે છે.
પંકજ ત્રિપાઠી (કાલિન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ) અને દિવ્યેન્દુ (મુન્ના ભૈયા) ઉપરાંત આ મુવીમાં બબલૂ પંડિતના રોલમાં જિતેન્દ્ર કુમાર અને નવી ભૂમિકામાં રવિ કિશન જોડાયા છે. રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, રાજેશ તૈલંગ અને અભિષેક બેનર્જી પણ તેમના લોકપ્રિય પાત્રોમાં નજરે પડે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy