નવી દિલ્હી
આમ તો એક પુખ્ત વયની વ્યક્તિનાં શરીરનો લગભગ 60 ટકા હિસ્સો પાણીનો હોય છે. ઘણાં લોકો 24 કલાકમાં 8 ગ્લાસ પાણી પીવા પર ધ્યાન કેન્દ્રિત રાખે છે, પરંતુ સીસીડીસીપીના અનુસાર એકીસાથે વધુ પાણીનું સેવન ન કરવું જોઈએ.
પાણી પીવાની સાચી રીત કઈ છે?
* તરસ લાગે ત્યારે પાણી ચોક્કસ પીઓ. આ સંકેત છે કે શરીરને પ્રવાહી પદાર્થની જરૂર છે.
* 2 કે 3 લીટર પાણી એકસાથે નહીં પરંતુ થોડી-થોડી વારે પીઓ.
* હવામાન અને શારીરિક પ્રવૃત્તિઓના હિસાબે પાણીનું સેવન વધારો કે ઘટાડો.
* પેશાબનો રંગ પણ જુઓ. જો પેશાબનો રંગ વધુ પીળો હોય તો તે પાણીની કમીનો સંકેત છે.
* શરીરને પાણીની પૂર્તિ જ્યુસ, દૂધ, સૂપ અને શાકભાજીમાંથી પણ થાય છે.
* 8 ગ્લાસ પાણી દરેક માટે પૂરતું નથી. તેથી શરીરની જરૂરિયાત જોઈને પાણી પીઓ.
* પાણીની કમી સોફ્ટ ડ્રિંક, મીઠા જ્યુસ પીને પૂરી કરવી પણ ખોટી રીત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy