લંડન, તા. 9
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી તાજેતરમાં લંડનનાં રસ્તાઓ પર વોક કરતાં કેમેરામાં કેપ્ચર થયા છે. મંગળવારે સવારે આ કપલ પોતાના નાના પુત્ર અકાઈ સાથે સામાન્ય દંપતીની જેમ શાંતિથી ફરી રહ્યું હતું.
વિરાટ કોહલી ગ્રીન કલરના સ્વેટશર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો, જ્યારે અનુષ્કા શર્મા લેગિંગ્સ, જેકેટ અને કેપ પહેરેલા સાદા લુકમાં નજરે પડી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ આ તસવીરો ખૂબ શેર કરી રહ્યાં છે.
વાયરલ થયેલી તસવીરોમાં વિરાટ પોતાનાં બાળકની બેબી સ્ટ્રોલર ગાડીને પકડીને એક મહિલા સાથે વાત કરતો દેખાય છે. જોકે, તેમનાં પુત્ર અકાઈનો ચહેરો તસવીરોમાં દેખાયો નહોતો.
કેમેરાના ધ્યાન અને ફોટોગ્રાફર્સની હાજરીથી અનુષ્કા થોડી અસ્વસ્થ અને નારાજ દેખાઈ રહી હતી, કારણ કે આ દંપતી હંમેશા પોતાનાં અંગત જીવનને અંગત રાખવાનું જ પસંદ કરે છે.
ભારતમાં સતત રહેતી મીડિયા અને ફેન્સની નજરથી દૂર રહીને પોતાનાં બાળકો વામિકા અને અકાઈને એક સામાન્ય જીવન આપવા માટે આ કપલ લંડનમાં શિફ્ટ થયું છે. તાજેતરમાં જ ડૉ. શ્રીરામ નેને સાથેની વાતચીતમાં પણ એ વાત સામે આવી હતી કે, વિરાટ અને અનુષ્કા પોતાની સફળતા વચ્ચે શાંત અને શાંતિપૂર્ણ જીવન જીવવા માગે છે. આ સિવાય બંને અવારનવાર નીમ કરોલી બાબાના આશ્રમ જેવા આધ્યાત્મિક સ્થળોની મુલાકાત પણ લેતા રહે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy