વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે..

સુરતમાં ટેકસટાઇલ ઉદ્યોગની કમર ભાંગી ગઇ : કાપડની પડતર કિંમતમાં રૂા.150 સુધીનો વધારો

Gujarat | Surat | 01 September, 2026 | 10:48 AM
સરકાર પાસે રાહત પેકેજ અને ટેકસમાં છુટછાટની માંગ
સાંજ સમાચાર

સુરત, તા.1
ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા અને મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ મોંઘું થતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે. યાર્નના ભાવમાં 35% સુધીનો તોતિંગ વધારો થતાં પાવરલૂમ અને વિવિંગ સેક્ટર ભારે સંકટમાં મુકાયું છે.

સુરતમાં એકતરફ કાપડની ઘરાકી નથી, તો બીજી તરફ કાર્ટેલ રચીને યાર્નમાં કૃત્રિમ તેજી ઊભી કરાતી હોવાનો વિવર્સે આક્ષેપ કર્યો છે. આ પરિસિ્થતિમાંથી ઉદ્યોગને બચાવવા સુરત ચેમ્બર ઓફ કોમર્સે FDY, DTY અને POY યાર્ન પર ત્રણ મહિના માટે ટેક્સ મુક્તિ આપવાની માંગ કરી છે. આ સાથે જ, યાર્નના ખોટા ભાવ વધારા પર લગામ કસવા સરકારી સ્ક્વોડની નિમણૂંક કરી ભાવ નિયંત્રણ લાવવા રજૂઆત કરી છે.

ફેબ્રુઆરીમાં જે યાર્ન રૂ. 110 પ્રતિ કિલો મળતું હતું, તેનો ભાવ આજે રૂ. 155 પર પહોંચી ગયો છે. 30% થી 35% નો તોતિંગ વધારો થતાં કાપડ બનાવવાની પ્રોડકશન કોસ્ટિંગ વધી ગઈ છે, જેનાથી સાડી અને ડ્રેસ મટિરિયલની પડતર કિંમતમાં રૂ. 100 થી 150 નો વધારો થયો છે. મોંઘું કાપડ વેચાતું નથી અને સામે પેમેન્ટ્સ ફસાઈ જતાં ઉદ્યોગકારો ભારે મની ક્રાઇસિસમાં સપડાયા છે.

દેશમાં ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઈલ સેક્ટરને મંદીના ગ્રહણમાંથી ઉગારવા માટે સરકાર તાત્કાલિક રાહત પેકેજ અને ટેક્સમાં છૂટછાટ આપે તેવી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj