દમણના કલેકટરે દેશભરમાં સંદેશ જાય તે નિશ્ચિત કર્યું

થાર કે ફોર્ચ્યુનર સાથે હું સીનસપાટા કે સ્ટંટ નહીં કરૂ : કલેકટરે કબુલાવ્યું

Gujarat | 11 September, 2026 | 11:57 AM
♦ હાલ સામાજીક સ્ટેટસ સીમ્બોલ જેવા બની ગયેલા આધુનિક કાર અને એસયુવીના માલીકોને જાહેરમાં શપથ લેવરાવ્યા
સાંજ સમાચાર

♦ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને પણ ટેગ કરી સંદેશ ભારતભરમાં પહોંચે તે નિશ્ચિત કરવા જણાવાયું

દમણ તા.11
મહિન્દ્રાની `થાર' તથા ટોયેટોની ફોર્ચ્યુનર સહિતના અનેક આધુનિક મોડેલએ સોશ્યલ સ્ટેટસના સીબ્બોલ બની ગયા છે અને ખાસ કરીને યુવાઓ આ પ્રકારે કાર સાથે પોતે ડોન અથવા `ભાઈ' હોય તે રીતે માર્ગો ઉપર ચલાવતા હોય છે અને ટ્રાફીકના નિયમોનું પણ પાલન કરતા હોતા નથી.

તે સમયે દમણના કલેકટર સૌરભ મિશ્રાએ સમગ્ર દેશમાં સંદેશ જાય તે રીતે થાર અને ફોર્ચ્યુનર સહિતની કારના માલીકોને માર્ગ સુરક્ષા અને આ વાહનોનો ઉપયોગ `રોલો' પાડવામાં કરવાનો નથી તે શપથ લેવડાવ્યા હતા.

એટલું જ નહી મહિન્દ્રા એન્ડ મહેન્દ્રાના બોસ આનંદ મહિન્દ્રાને પણ ટેગ કરીને આ સંદેશ દેશભરમાં આપવા અપીલ કરી છે. તેઓએ દમણમાં એક વિશાળ મેદાન ઉપર બુધવારે થાર અને ફોચ્યુનરના માલીકોને એકત્ર કરીને આ અંગેના શપથ પણ લેવડાવ્યા હતા.

કહ્યું હતું કે થારનો અર્થ છે જવાબદારી, અને થારના માલીકોએ માર્ગ અકસ્માત સમયે કે અન્ય તમામ રોડ પર જતા સમયે નાગરીકો અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકોને મદદ કરવી જોઈએ.

તેઓએ આ મેસેજ સોશ્યલ મીડીયા સુધી પહોંચે તે પણ નિશ્ચિત કર્યું છે. દમણના મેદાનમાં થાર અને ફોચ્યુનરની લાઈન કરીને તેના માલીકોને આ શપથ લેવડાવ્યા હતા. તેઓને વાહનોની સેફટી સાથે પ્લેકાર્ડ આપીને તેમના વાહનોના કતારની આસપાસ ચકકર લગાવ્યા હતા.

શપથ લેવડાવ્યા હતા કે હું મારૂ વાહન કદી ઓવર સ્પીડ કે બેદરકારીથી નહીં ચલાવું હું સ્ટંટ કે રેસ પણ નહીં કરૂ કે મારા વાહનને રોડ ઉપર મુશ્કેલી થાય તે રીતે પણ નહીં ચલાવું. એટલુ જ નહીં તેમના વાહનો ઉપર ગેરકાનૂની એટલે કે આરટીઓ માન્ય ન હોય તેવી લાઈટો ન કરવા અને વાહનોની બારીના કાચ કાળા પ્લાસ્ટીક નહીં લગાડવા સહિતના શપથ લેવડાવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj