આંતરરાષ્ટ્રીય કક્ષાની વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાશે

Gujarat | Ahmedabad | 10 September, 2026 | 04:44 PM
ફોરમનું સૌ પ્રથમવાર ગુજરાતમાં આયોજન તે ગૌરવની ક્ષણ : મંત્રી જીતુભાઇ વાઘાણી
સાંજ સમાચાર

ગાંધીનગર તા.10
વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ -2026નું તા.15થી 18 સપ્ટેમ્બર, 2026 દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની વલ્ર્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમનું આગામી તા. 15 થી 18 સપ્ટેમ્બર,2026 દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફોરમનું સૌપ્રથમવાર આયોજન ગુજરાતમાં અને એમાં પણ પાટનગર ગાંધીનગરમાં સ્થિત મહાત્મા મંદિર ખાતે થઈ રહ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

આ ફોરમ સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં નીતિ સંવાદ, માહિતી આદાન- પ્રદાન અને આંતરરાષ્ટ્રીય સહકાર માટેનું અગ્રણી વૈશ્વિક માધ્યમ છે. WCEF -2026ના 10મા સોપાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેંદર યાદવના હસ્તે કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ ફોરમ સંસાધન કાર્યક્ષમતા, ટકાઉ ઉત્પાદન અને વપરાશ, ઇનોવેશન તથા સર્ક્યુલર ઇકોનોમી આધારીત વ્યાવાસાયિક મોડેલ્સને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વૈશ્વિક નીતિ નિર્માતાઓ ,આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક વૈશ્વિક મંચ છે. 

ઉલ્લેખનિય છે કે, દેશ-વિદેશમાંથી આ ફોરમમાં 2500 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની ભાગીદારીથી અને ફિનલેન્ડની SITRAના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. 

આ ફોરમ અંતર્ગત કુલ 04 પ્લેનરી સેશન, 16 પેરેલલ ટેકનિકલ સેશન તથા 80 એક્સેલરેટર સેશન યોજાશે. આ ઉપરાંત 146 પ્રદર્શન સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે. જેમાં, 11 આંતરરાષ્ટ્રીય અને 135 ભારતીય સ્ટોલ્સ સામેલ છે, ભારતીય સ્ટોલ્સમાં 63 સ્ટોલ્સ ગુજરાતના રહેશે. 

WCEF -2026ના દેશ અને ગુજરાતના સર્ક્યુલર ઇકોનોમી, રિસોર્સ એફીશિયન્સી ટકાઉ ઔદ્યોગિક વિકાસ, રિસાઈકલિંગ કચરા વ્યવસ્થાપન તથા મિશન LiFE ક્ષેત્રે નેતૃત્વને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે મહત્વપૂર્ણ રહેશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj