ગાંધીનગર, તા.11
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શ કરાયા બાદ વિદેશી દાનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ 2024-25ના એક વર્ષમાં જ 55,638 લિટર વિદેશી દા જ્યારે બે વર્ષમાં 60 હજાર લિટરથી વધુ વિદેશી દા વેચાયો છે.
ગિફ્ટ સિટીમાં આવેલી કોર્પોરેટ ઑફિસો અને ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઑફિસ સાથે દેશ-વિદેશના લોકોની, ઉદ્યોગપતિઓની તથા અધિકારીઓની અવરજવર વધુ હોય છે, ત્યારે સરકાર દ્વારા ગિફ્ટ સિટી પ્રોજેક્ટને આગળ વધારવા માટે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શ કરવામાં આવી હતી. આ ફેસિલિટી શ થવા સાથે વિદેશી દાનું સેવન અને વેચાણ બંનેમાં વધારો થયો છે.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહવિભાગ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે 31 જુલાઈ 2026ની સ્થિતિએ ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયા અંતર્ગત 1 ઓગસ્ટ, 2024થી 31 જુલાઈ, 2025 સુધીના એક વર્ષમાં 3,716.28 લિટર વિદેશી દા વેચાયો હતો.
જ્યારે 1 ઓગસ્ટ. 2025થી 31 જુલાઈ. 2026 સુધીના એક વર્ષમાં જ આ આંકડો વધીને 55,638.19 લિટર વિદેશી દા પર પહોંચી ગયો હતો. આમ એક જ વર્ષમાં અનેક ગણું દાનું વેચાણ વધ્યું હતું.
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીના વ્યાપ-વિસ્તાર માટે ડિસેમ્બર 2023માં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શ કરી હતી. જેમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ તેમજ ક્લબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને નક્કી કરેલા એરિયામાં કર્મચારીઓને તેમજ બહારથી આવનારા લોકોને ત્યાં જ બેસીને પીવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.
એક જ વર્ષમાં એકસાથે આટલા મોટા પ્રમાણમાં વેચાણ વધવાને કારણે બે વર્ષમાં આ વિદેશી દાના વેચાણથી સરકારને 87.39 લાખ પિયાથી વધુની આવક પણ થઈ ચૂકી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy