અમદાવાદમાં કિર્તીદાન ગઢવી સાથેની ઠગાઈ કેસમાં વધુ એક ફરીયાદ નોંધાઈ

Gujarat | Ahmedabad | 10 September, 2026 | 04:42 PM
રૂા.8 થી 10 કરોડની છેતરપીંડી કરાઈ હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ
સાંજ સમાચાર

અમદાવાદ તા.10
ગત વર્ષની નવરાત્રીના આયોજનને લઈને લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી સાથે જોડાયેલા ઠગાઈના કેસમાં વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. સરખેજ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં ખોટી કોમ્પ્લિમેન્ટરી ટિકિટ બનાવી તેનું વેચાણ કરીને મોટી રકમની ઠગાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આ સમગ્ર મામલો વર્ષ 2025માં યોજાયેલા નવરાત્રીના આયોજન સાથે સંકળાયેલો છે અને અંદાજે 8થી 10 કરોડની નાણાકીય ગેરરીતિ થયાનો દાવો કરવામાં આવ્યો છે.

સરખેજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં પાર્શ્વ જ્વેલર્સના માલિક દર્શન શાહ સહિત ચાર શખ્સોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દર્શન શાહ ઉપરાંત જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નવરાત્રીના કાર્યક્રમને લઈને કોમ્પ્લિમેન્ટરી તરીકે દર્શાવવામાં આવેલી ટિકિટોની ખોટી ટિકિટો તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.

આ રીતે લોકો પાસેથી નાણાં મેળવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા હવે તપાસનો દોર શરૂ થયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj