સુરતમાં શ્રમિકોએ જિલ્લા કલેકટર કચેરી બાનમાં લીધી

Gujarat | Surat | 12 September, 2026 | 04:00 PM
ડીસીપી નકુમની હાથમાં દંડો લઇને ચેતવણી
સાંજ સમાચાર

સુરત, તા.12
સુરતમાં શ્રમિકોએ આજે કલેક્ટર કચેરીને ઘેરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ’તારીખ પર તારીખ નથી જોઈતી, રવિવારની રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરો પગાર જોઈએ’ આ માંગણીઓ સાથે તંત્ર સામે મોરચો માંડ્યો છે.

આ પ્રદર્શન દરમિયાન એક શ્રમિકે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ફોટા પાડીને ધમકી આપી હતી, જેના પગલે સ્થિતિ તંગ બની હતી. ઉઈઙ નકુમે હાથમાં દંડો લઈને ચેતવણી આપી હતી કે, જો અમારૂં ના માન્યા તો ઘર્ષણ થશે, FIR દાખલ કરીશું. ત્યારબાદ શ્રમિક આગેવાને અને અધિકારીઓના સમજાવાથી શ્રમિકો પરત જતા રહ્યા હતા.

દોઢ મહિનાથી 10 લાખથી વધુ શ્રમિકોની માગણી સુરતમાં આવેલી વિવિધ GIDCમાં એમ્બ્રોઈડરી કારખાનાઓમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકો છેલ્લા કેટલાક સમયથી અઠવાડિયામાં એક દિવસની રજા અને તેના પૂરા વેતનની માગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.

ગત 16 ઓગસ્ટે અમરોલીના વેદાંતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી શરૂ થયેલો આ વિરોધ ધીમે ધીમે અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ, સચિન જીઆઈડીસી તેમજ પીપોદરા અને કડોદરા સુધી ફેલાઈ ગયો હતો, જ્યાં શ્રમિકોએ કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવીને ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા.

આ પરિસ્થિતિને કારણે અનેક સ્થળોએ તંગદિલી સર્જાતા પોલીસને બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો, જેના પગલે સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે અને ખાસ કરીને રવિવારના રજાના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત દોઢ મહિનાથી તૈનાત રહેવું પડી રહ્યું છે.

30 તારીખ સુધી માંગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાલની ચીમકી અગાઉ આપવામાં આવેલી આવેદનપત્રની મુદત પૂરી થવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કે પ્રત્યુત્તર ન મળતા શ્રમિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ અંગે મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ કહ્યું હતું કે, જો આગામી 30 તારીખ સુધી અમારી માગણીઓ અને ન્યાયી હકોનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો અમે અમારા વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને ભૂખ હડતાલ અને ધરણા પર બેસવાની ફરજ પડીશું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj