અમદાવાદ: અમદાવાદમાં ESIC હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે લાંચ અને છેતરપિંડીના કથિત મામલામાં ACB એ મોટી કાર્યવાહી કરી છે. ESIC ના લોવર ડિવિઝન ક્લાર્ક રાજેન્દ્ર મીણા સામે પુરાવા એકત્ર કર્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપ છે કે હોદ્દાનો દુરુપયોગ કરીને લોકોને ESIC હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવતી હતી અને તેના બદલામાં મોટી રકમની માંગણી કરવામાં આવતી હતી. ACB ની તપાસ દરમિયાન કરાર આધારિત નોકરી માટે રૂ. 95 હજારની લાંચ લેવાના મામલે ડિકોય ટ્રેપ પણ ગોઠવવામાં આવી હતી. વટવા GIDC ખાતે આવેલી સિક્યોર શીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે ACB એ પ્રમોદ પાંડે, પંકજ મિશ્રા, રાજીવ શુક્લા અને જયેશ ચૌધરી સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ESIC હોસ્પિટલમાં નોકરી મેળવવા ઇચ્છતા લોકોને નોકરી અપાવવાના નામે રકમની માંગણી કરવામાં આવતી હોવાની માહિતી ACB ને મળી હતી. અલગ અલગ કેટેગરીની નોકરી માટે રૂ. 30 હજારથી લઈને રૂ. 1.50 લાખ સુધીની લાંચ માંગવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ મામલે ACB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ESIC લોવર ડિવિઝન ક્લાર્ક રાજેન્દ્ર મીણાની ભૂમિકા સામે આવી હોવાનું જણાવાયું છે. આરોપ છે કે સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને લોકો સાથે નોકરીના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે પુરાવા એકત્ર કર્યા બાદ ACB એ રાજેન્દ્ર મીણા સામે ગુનો દાખલ કર્યો છે. નોકરીના નામે પૈસા પડાવવાના આક્ષેપને કારણે સમગ્ર મામલો ગંભીર બન્યો છે.
ACB ની કાર્યવાહી દરમિયાન સિક્યોર શીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાંથી રોકડ રકમ પણ મળી આવી છે. તપાસ દરમિયાન ઓફિસના ટેબલમાંથી કુલ રૂ. 2.29 લાખ રોકડ મળી હોવાનું જણાવાયું છે. ACB દ્વારા આ રોકડ રકમ સહિત અન્ય દસ્તાવેજો અને પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. નોકરી માટે ઉમેદવારો પાસેથી લેવામાં આવતી કથિત લાંચની રકમ સાથે આ રોકડનો કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ ACB ની ટીમે આરોપીઓના રોકાણના સ્થળે પણ તપાસ હાથ ધરી હતી. પ્રમોદ પાંડે અને પંકજ મિશ્રા જે હોટલના રૂમમાં રોકાયા હતા ત્યાં તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. હોટલના રૂમમાંથી રૂ. 19,29,900 રોકડ મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. આટલી મોટી રકમ ક્યાંથી આવી અને તેનો નોકરીના નામે લેવાતી કથિત લાંચ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે અઈઇએ પ્રમોદ પાંડે, પંકજ મિશ્રા, રાજીવ શુક્લા અને જયેશ ચૌધરી સામે ગુનો નોંધ્યો છે. સાથે જ ESIC ના લોવર ડિવિઝન ક્લાર્ક રાજેન્દ્ર મીણા સામે પણ પુરાવા એકત્ર કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy