અમદાવાદ, તા.11
હાલ સોશિયલ મીડિયા પર 1980ના દાયકોના રેટ્રો ટ્રેન્ડ વાયરલ થયો છે. જેમાં આમ આદમીથી માંડી સેલેબ્સ પોતાના રેટ્રો લુકમાં ફોટા પોસ્ટ કરી રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રી પણ આ વાયરલ ટ્રેન્ડમાં રંગાયા છે અને તેમણે સોશિયલ મીડિયા પર આ તસવીર પણ શેર કરી છે.
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી 80ના દાયકના વાયરલ ટ્રેન્ડમાં રંગાયા છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને લખ્યું, યાદોની ગલીઓમાં એક નાનકડી સફર... એ પણ 80ના દાયકાની શૈલીમાં!
ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીનો જન્મ 1970માં ભાવનગરના વરતેજમાં થયો હતો. તેઓ ભાવનગર પશ્ચિમ બેઠકથી ધારાસભ્ય છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રાલય સંભાળી રહ્યા છે.
તેઓ વર્ષ 2016 થી 2020 સુધી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન ગુજરાતના શિક્ષણ મંત્રી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી તરીકે પણ કાર્યરત હતા.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા જીતુભાઈ વાઘાણીનો રાજકીય પ્રવાસ પાયાના સંગઠન કાર્યથી શરૂ કરીને પક્ષના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની એક પ્રેરણાદાયી ગાથા છે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના રાજકારણમાં તેમણે પોતાની સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્કના જોરે એક મજબૂત ઓળખ બનાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy