સુરત, તા.8
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, જી.એસ.મલિક ગુ.રા. ગાંધીનગર તથા પોલીસ કમિશનર વાબાંગ જામીન નાઓની સુચના અન્વયે અધિક પોલીસ કમિશનર ડો. કરનરાજ વાઘેલા, ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયા (ક્રાઇમ)નાઓના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ કમિશનર કે.એમ.જોસેફ, મહિલા સેલ તથા પો.ઇન્સ. વી.એમ.લાંબા, મીસીંગ સેલ નાઓએ કામગીરી શરૂ કરી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 18 વર્ષમાં ગુમ-અપહરણ થયેલા બાળકો-બાળકી તથા વ્યકિતઓ પૈકી નહીં મળી આવેલ બાળકો-વ્યકિતઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરાવી, ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરેલ સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવેલ.
ઘણા ખરા કિસ્સાઓમાં ગુમ-અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) રાજય, જીલ્લા બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ હતું. આ તમામ કિસ્સાઓમાં સુરત શહેરના થાણા અધિકારીઓને જે તે રાજય, જીલ્લામાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ-અપહરણ થયેલ બાળકો-વ્યકિતઓની જાહેરાત-ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ રાજયોમાં નવેસરથી ગુમ-અપહરણ થયેલ બાળકો-વ્યકિતઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો ચાલુ રાખવામાં આવેલ હતા.
આ અભિયાનમાં ઓગષ્ટ-ર0ર6 એમ ફકત એક જ માસના ટુંકા સમયગાળામાં ગુમ-અપહરણ થયેલ બાળક-બાળકીઓ કુલ 76 તથા સ્ત્રી-પુરૂષ કુલ 134 મી કુલ ર10 બાળકો-વ્યકિતઓને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવેલ છે.
આમ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલ બાળકો તથા વ્યકિતઓની તપાસ બાબતે ગંભીરતા સમજી તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારને આ બાબતે સંવેદનશીલતા દાખવી અંગત ધ્યાન આપી ઓપરેશન મુસ્કાન અભિયાન અંતર્ગત વધુમાં વધુ વ્યકિતને તથા બાળકોને શોધવા કવાયત હાથ ધરવા સુચના આપતા જાન્યુઆરી ર0ર6થી ઓગષ્ટ ર0ર6 એમ ફકત આઠ માસના સમયગાળામાં ગુમ-અપહરણ થયેલ બાળક-બાળકીઓ કુલ પ31 તથા સ્ત્રી-પુરૂષ કુલ 11ર1 મળી કુલ 16પર બાળકો-વ્યકિતઓને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy