મુંબઈ, તા. 8 : મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલાં લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં લગભગ 4 એકર (અંદાજે 1.68 લાખ ચોરસ ફૂટ) જમીન રૂા.70 કરોડમાં ખરીદી છે.
4 સપ્ટેમ્બરે નોંધાયેલા આ સોદામાં કુલ ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન સામેલ છે. જેમાંથી સૌથી મોટો સોદો રૂા.63.7 કરોડનો છે, જેમાં 3.09 એકર જમીન અને તેની સાથે 2,100 ચોરસ ફૂટનું એક બાંધકામ પણ સામેલ છે.
બાકીનાં બે ટ્રાન્ઝેક્શનમાં સચિને બે જમીન ખંડમાં 50 ટકા અવિભાજિત હિસ્સો ખરીદ્યો છે. આ બે સોદા અનુક્રમે રૂા.4.56 કરોડ અને રૂા.1.75 કરોડના મૂલ્યના છે, જે આશરે 0.77 એકર જેટલી જમીન કવર કરે છે.
દસ્તાવેજો મુજબ, આ સમગ્ર જમીનના વ્યવહાર માટે સચિને આશરે રૂા.4.20 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. મુંબઈ અને પુણેની નજીક હોવાને કારણે લોનાવાલા રજાઓ ગાળવા અને બીજા ઘર (સેક્નડ હોમ) માટે ખૂબ જાણીતું હિલ સ્ટેશન છે.
છેલ્લા કેટલાક સમયથી અમીર અને પ્રખ્યાત હસ્તીઓ પોતાના માટે લક્ઝરી વિલા અને મોટો જમીન વિસ્તાર ખરીદવા માટે લોનાવાલા, અલીબાગ અને ગોવા જેવા સ્થળોને વધુ પસંદ કરી રહ્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy