► પુરૂ વડોદરા મોદીમય : રાત્રીના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાઓ સાથે ગરબે રમી જમાવટ કરી : કાર્યક્રમના સ્થળ સુધી યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.જોષી સાથે પદયાત્રા
વડોદરા તા.8
દેશમાં ચાલી રહેલા જેન-ઝી ક્રેઝ વચ્ચે હવે ભાજપે પણ તે ચિંતા શરુ કરી છે અને ભાજપ અને જેન-ઝી માટે ગુજરાતને પ્રયોગશાળા બનાવવાની તૈયારીના ભાગરૂપે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના પ્રવાસમાં રૂા.35200 કરોડના વિકાસકામોની ભેટની સાથે પ્રથમ વખત રોકસ્ટાર સ્ટાઈલમાં રેમ્પ વોક કરી જેન-ઝી સાથે જોડાયા છે.
શ્રી મોદી માટે એમએસ યુનિ. ના સ્પોર્ટસ મેદાનમાં ખાસ વાય આકારનું સ્ટેજ રેમ્પ વોક માટે તૈયાર કરાયું છે અને શ્રી મોદી વડોદરા પહોંચતા જ તેઓએ પહેલા રોડ શો કર્યો હતો અને બાદમાં સીધા યુનિ. મેદાન ખાતે પહોંચ્યા હતા. જયાં તેઓએ અહી 40000 જેટલા જેન-ઝી સાથે એન્ટ્રીમાં જ ધમાકો સર્જી દીધો હતો.
સમગ્ર કાર્યક્રમ ફોર-કે ટેકનોલોજીના આધારે તૈયાર કરાયો છે અને મોદીના રેમ્પ વોક સમયે હીરાબાના લાલ, મારા ભારતના લાલ એણે મને માયા લગાડી ગીતથી સ્વાગત થયુ હતુ જયારે વડાપ્રધાને પ્રવેશતા જ છાત્રો અને જેન-ઝી સાથે હાથ મિલાવીને તથા એક રોકસ્ટારની જેમ તેમને મળીને બાદમાં કાર્યક્રમ શરુ થયો હતો.
શ્રી મોદી વાય આકારના રેમ્પ પર છેક છેલ્લે સુધી બેસેલા જેન-ઝી સુધી પહોંચ્યા અને તેમની પાસેથી વડાપ્રધાનની ખાસ બનાવેલી તસ્વીરો પણ લીધી હતી. શ્રી મોદીના આ કાર્યક્રમ પુર્વે જ ગઈકાલથી જ વડોદરામાં જબરી તૈયારી હતી
રાત્રીના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જેન-ઝી સાથે ગરબા લીધા હતા અને આજે સવારે તેઓએ તથા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.હેમાંગ જોષીએ યુવાનો સાથે ચાલતા ચાલતા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આમ વડોદરામાં જબરો મોદી માહોલ છવાઈ ગયો છે.
બુક માય શોમાં વડાપ્રધાનના કાર્યક્રમની ટિકીટ એક કલાકમાં બુક
42000 વેઈટીંગમાં હતા : મુખ્યમંત્રીએ પણ પીએમનો રોકસ્ટાર ઈમેજ સાથેનો વિડીયો પોષ્ટ કર્યો
રાજકોટ તા.8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પુરી રીતે જેન-ઝી મય બની ગયા છે. આજે વડોદરામાં તેમના કાર્યક્રમ માટે બુક માય શોમાં બુકીંગ થયુ હતું અને ફકત એક જ કલાકમાં તમામ સીટો બુક થઈ ગઈ તથા 42000થી વધુ વેઈટીંગમાં હતા.
આમ વડાપ્રધાનના કાર્યક્રમમાં કયુઆર કોડ સાથેની ડીઝીટલ ટિકીટ પ્રથમ વખત અપનાવવામાં આવી છેતો બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાનને આવકારતી સોશ્યલ મીડીયા પોષ્ટમાં શ્રી મોદીનો રોકસ્ટાર જેવો વિડીયો પોષ્ટ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy