♦ વડોદરા કાર્યક્રમમાં 40000થી વધુ યુવાઓને સંબોધન : કેટલાક ભારતના વિકાસથી ખુશ થતા નથી : નારાજ `ફુફા'નો ફરી કટાક્ષ : વડાપ્રધાનના આગમન સાથે હીરાબાના લાલ, મારા ભારતના લાલ એને મને માયા લગાડી વાગતા મોદી ભાવુક
♦ હું અહી તમારી સાથે ભારતના વિકાસની ગતિ વધારવા આવ્યો છું : ઓનલાઈન કોચીંગ- એ.આઈ.ઈકોસીસ્ટમની તૈયારી દર્શાવી
♦ હજારો યુવા પ્રવેશથી વંચિત રહેતા ખાસ ટીવી સ્ક્રીન ગોઠવાયા : વડોદરા મોદી મય : હર્ષ સંઘવીના યુવાઓ સાથે ગરબા-પદયાત્રા
રાજકોટઃ આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની લોકસભા ચૂંટણીઓ માટે જેન-ઝી સાથે સીધા સંવાદનું સ્ટેજ તૈયાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરાની એક દિવસની મુલાકાતમાં વિકાસ કામોના લોકાર્પણ સાથે એમએસ યુનિ.ના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં 40000થી વધુ જેન-ઝી સાથે રોકસ્ટાર સ્ટાઈલથી પ્રવેશ અને વાઘ આકારના મંચ પર તમામનું મોદી-મોદીના નારાનું અભિવાદન ઝીલતા સીધા કોંગ્રેસ અને ખાસ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સીધો હુમલો કર્યો હતો.
તેમણએ કહ્યું કે, કેટલાક લોકો ભારતના વિકાસથી કદી ખુશ થતા નથી. શ્રી મોદીના આ કાર્યક્રમ માટે ઓનલાઈન ટિકીટ વેચાઈ જે એક જ કલાકમાં ફુલ થઈ તથા વધુ 40000 વેઈટીંગ આવતા શ્રી મોદીએ ઝેન-ઝી સાથે ટોન બનાવવા ગુજરાતને પસંદ કર્યુ હતું.
શ્રી મોદીએ કહ્યું કે તેમના આ પ્રવાસનો મતલબ હું ભારતની વિકાસ યાત્રાને તેજ કરવા માંગુ છું. શ્રી મોદીએ તેમના `નારાજ ફૂફા' વાળો કટાક્ષ ફરી કર્યો હતો. તેમણે કહ્યું કે યુપીએ સરકારે દેશનો વિકાસ રોકી દીધો હતો. અમે તેને ગતિ આપી હતી. તેઓએ આ માટે અનેક દ્રષ્ટાંત આપ્યા.
રેલવે કોરીડોર ડબલ થવાથી 250 ટ્રક વધુ સામાન મુંબઈથી વડોદરા પહોંચી જાય છે. પછી નારાજ ફુફા ચિલ્લાશે કે ટ્રકવાળાનું શું થશે તો તેમાં આ સામાન દેશના એક થી બીજા છેડે પહોંચાડશે. તેઓએ કોંગ્રેસને સતત ટાર્ગેટ કરી અને કહ્યું કે તેઓ 50000 ટોઈલેટ પણ બનાવી ન શકયા તો અમો ચીપની ચીપ બનાવી રહ્યા છે.
તેઓએ દેશમાં ઓનલાઈન કોચીંગની એ.આઈ. સુધીની વાત કરી અને કહ્યું કે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ માટે એક ઈકો સીસ્ટમ તૈયાર થઈ રહી છે. જેમાં યુવાઓને સ્કીલ ટ્રેનીંગ અને અપગ્રેડેશન પર કામ થઈ રહ્યું છે. ફરી ડીગ્રી જ નહી સ્કીલ પર પણ ફોકસ થઈ રહ્યું છે.
વડાપ્રધાનના આગમન સાથે જ વી.વીલ રોક યું ગીત જે બ્રીટીશ રોક બેન્ડ કલીનનું પ્રવિધ ગીત છે. તે ગુજયુ હતું. જેઓ બાદમાં શ્રી મોદીની પ્રશંસા કરતા ગુજરાતી ગીત હીરાબાના લાલ, મારા ભારતના લાલ એણે મને માયા લગાડી ઈવેન્ટમાં અંદર દાખલ થઈ શકયા નહી. તેઓ માટે બહાર વિશાળ ટેલીવીઝન સ્કીન પર વડાપ્રધાનને નિહાળી સાંભળી શકે ત ખાસ વ્યવસ્થા હતી.
આ અગાઉ શ્રી મોદી પહોંચ્યા તો રોડ-શો કર્યા ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાઓ સાથે ગરબા કર્યા હતા અને સમયે ઈવેન્ટ સ્થળે તેમાં તથા ભાજપ યુવા મોરચાના વડા ડો. હેમાંગ જોષી હજારો યુવા સાથે તે વડાપ્રધાનને બે મીનીટ ગળગળા કરી દીધા હતા.
બુક માય શોમાં વડાપ્રધાનના કાર્યક્રમની ટિકીટ એક કલાકમાં બુક
42000 વેઈટીંગમાં હતાઃ મુખ્યમંત્રીએ પણ પીએમનો રોકસ્ટાર ઈમેજ સાથેનો વિડીયો પોષ્ટ કર્યો
રાજકોટ તા.8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પુરી રીતે જેન-ઝી મય બની ગયા છે. આજે વડોદરામાં તેમના કાર્યક્રમ માટે બુક માય શોમાં બુકીંગ થયુ હતું અને ફકત એક જ કલાકમાં તમામ સીટો બુક થઈ ગઈ તથા 42000થી વધુ વેઈટીંગમાં હતા. આમ વડાપ્રધાનના કાર્યક્રમમાં કયુઆર કોડ સાથેની
ડીઝીટલ ટિકીટ પ્રથમ વખત અપનાવવામાં આવી છેતો બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાનને આવકારતી સોશ્યલ મીડીયા પોષ્ટમાં શ્રી મોદીનો રોકસ્ટાર જેવો વિડીયો પોષ્ટ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy