મુંબઇ, તા.10
આઈસીસીએ 9 સપ્ટેમ્બરે જાહેર કરેલી નવી T20 બેટિંગ રેન્કિંગમાં ભારતીય બેટર ઈશાન કિશનનું નંબર-1 સ્થાન યથાવત્ રહ્યું છે, જ્યારે યુવા બેટર વૈભવ સૂર્યવંશીને 2 સ્થાનનું નુકસાન થયું છે.
ઈશાન 910 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે વૈભવ હવે 49મા સ્થાને છે. પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન બીજા, ભારતનો અભિષેક શર્મા ત્રીજા, ઇંગ્લેન્ડનો સોલ્ટ ચોથા ક્રમે છે
વૈભવ સૂર્યવંશી ને નવી રેન્કિંગમાં 2 સ્થાનનું નુકસાન થયું છે. તે 47મા સ્થાનેથી સરકીને હવે 49મા સ્થાને પહોંચી ગયો છે. આ ઘટાડો તેની ફોર્મના કારણે નહીં, પરંતુ ભારતીય ટીમ હાલમાં ટી20 મેચો ન રમી રહી હોવાથી થયો હોવાનું જણાવાયું છે.
દક્ષિણ આફ્રિકાના લુઆન-ડ્રે પ્રિટોરિયસે એ રેન્કિંગમાં 61 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. તે 44મા સ્થાને પહોંચી ગયો છે. નામિબિયા સામે 101 અને અગાઉની મેચમાં 94 રનની શાનદાર ઇનિંગનો તેને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy