► કાલાવડ રોડ ડાયવર્ઝન પાસે 1,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને 2,000થી વધુ લોકોને પરોક્ષ રોજગારી આપતું ઓટોમોબાઈલ ક્ષેત્રનું નવું સરનામું
રાજકોટ, તા. 23
રાજકોટના કાલાવડ રોડ ડાયવર્ઝન પર આવેલા જય ગણેશ સર્કલ પાસે, એવા કોરલ બિલ્ડિંગની બાજુમાં ટાટા મોટર્સના ગુજરાતભરના સૌથી મોટા તેમજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય શોરૂમ 'જય ગણેશ ઓટો વર્લ્ડ'નું ભવ્ય ઉદ્ઘાટન તા. 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ સવારે 9-30 કલાકે કરવામાં આવ્યું હતું.
આ મંગલ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ટાટા મોટર્સના ઝોનલ મેનેજર અમિત સિંહા અને ઝોનલ સીસીએમ રમેશ વરદરાજન સહિત ટાટા મોટર્સના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ટાટા મોટર્સ ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓમાંની એક છે અને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ અત્યાધુનિક ટેક્નોલોજી, સુરક્ષા, ડિઝાઇન અને નવીનતાથી સજ્જ કાર્સ માટે જાણીતી છે. ટાટા મોટર્સના Punch, Nexon, Curvv, Harrier, Safari, Altroz અને Tiago જેવા લોકપ્રિય મોડેલ્સે ભારતીય ઓટોમોબાઈલ બજારમાં આગવી ઓળખ બનાવી છે. ખાસ કરીને વાહન સુરક્ષાના ક્ષેત્રમાં ટાટા મોટર્સે ભારતીય ગ્રાહકોમાં વિશ્વાસનું મજબૂત સ્થાન ઊભું કર્યું છે.
આ જ વિશ્વાસ અને ટાટા મોટર્સની અત્યાધુનિક ટેક્નોલોજીને રાજકોટ અને સૌરાષ્ટ્રના ગ્રાહકો સુધી વધુ શ્રેષ્ઠ રીતે પહોંચાડવાના ઉદ્દેશ સાથે જય ગણેશ ગ્રુપ દ્વારા 'જય ગણેશ ઓટો વર્લ્ડ'નું નિર્માણ કરવામાં આવ્યું છે.
અહીં ગ્રાહકોને કારની ખરીદીથી લઈને ડિલિવરી, ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ, એક્સેસરીઝ તથા સર્વિસ સહિતની વિવિધ ઓટોમોબાઈલ સેવાઓ એક જ છત નીચે વિશ્વસ્તરીય વાતાવરણમાં ઉપલબ્ધ થશે.
જય ગણેશ ગ્રુપની 50થી વધુ વર્ષોની વિશ્વસનીયતા છે. વર્ષ 1974થી ઓટોમોબાઈલ ક્ષેત્રે વિશ્વાસપાત્ર નામ ધરાવતા જય ગણેશ ગ્રુપ દ્વારા રાજકોટમાં શરૂ કરવામાં આવેલું આ અત્યાધુનિક સેન્ટર સૌરાષ્ટ્રના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે. વિશાળ ડિસ્પ્લે એરિયા, આધુનિક ગ્રાહક સુવિધાઓ, ડિજિટલ ટેક્નોલોજી તથા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ મળે તેવા માહોલ સાથે આ શોરૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
'જય ગણેશ ઓટો વર્લ્ડ'ની શરૂઆત સાથે જય ગણેશ ગ્રુપના ટાટા મોટર્સના 27થી વધુ ટચ પોઈન્ટ્સનું વિશાળ નેટવર્ક કાર્યરત થશે. આ વિસ્તરણ દ્વારા રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ટાટા મોટર્સના ગ્રાહકોને વધુ સરળતાથી Sales અને After-Sales Service ઉપલબ્ધ થશે.
જય ગણેશ ગ્રુપના આ વિસ્તરણથી 1,000થી વધુ લોકોને સીધી રોજગારી તથા 2,000થી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળી રહી છે. આમ, ઓટોમોબાઈલ ક્ષેત્રના વિકાસ સાથે સ્થાનિક સ્તરે રોજગાર સર્જન અને આર્થિક વિકાસમાં પણ જય ગણેશ ગ્રુપ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy