રાજકોટ, તા.25
સોના-ચાંદીના ભાવોમાં કડાકાનો દોર હોય તેમ વધુ મંદી થઇ હતી. હાજર સોનામાં વધુ 2500 તથા ચાંદીમાં 7000નું ગાબડું પડ્યું હતું. વિશ્વ બજારમાં સોનુ 4000 ડોલરની નીચે ઉતરી ગયું હતું.
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચે યુધ્ધની સમાપ્તિ થઇ જવાના પગલે આર્થિક પડકારો ઘણા અંશે હળવા થઇ ગયા છે. જેને કારણે ડોલર સતત નબળો પડવા લાગ્યો હોવાથી સોના-ચાંદીના ભાવોમાં દબાણ સર્જાયું છે. આ સિવાય કરન્સી માર્કેટમાં ભારતીય રુપિયો સતત મજબૂત થવાની પણ અસર છે કારણ કે આયાત સસ્તી થવા લાગશે. વિશ્વસ્તરે નબળા માનસને કારણે ડિમાંડ ઓછી છે. ભારતીય માર્કેટમાં પણ તહેવારો કે લગ્નગાળો ન હોવાથી ડિમાંડને બ્રેક છે.
વેપારીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદી સતત નીચા આવવા લાગ્યા હોવાથી નીચા ભાવે બે દિવસથી ખરીદીનો સળવળાટ જોવા મળી રહ્યો છે. વિશ્વસ્તરે સોનાના ભાવ હજુ 100 ડોલર જેટલા ઘટી શકે તેમ હોવાનું અનુમાન બાંધવામાં આવી રહ્યું છે.
રાજકોટ માર્કેટમાં હાજર સોનુ રૂા.2500 ગગડીને 145500 થયું હતું. નીચામાં 144500નો ભાવ હતો. હાજર ચાંદી 7000ના ઘટાડાથી 2.26 લાખ હતી. નીચામાં ભાવ 2.23 લાખ થયો હતો.
રસપ્રદ વાત એ છે કે હાજરમાં ભાવ ઘટવા છતાં વાયદામાં ગ્રીનઝોનમાં હતો. કોમીડીટી એક્સચેંજમાં સોનુ 800 રુપિયા વધીને 142060 હતું. ચાંદીમાં 4300 રુપિયાનો ઉછાળો હતો અને ભાવ 2,17,385 સાંપડ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy