ઈન્દોર (મધ્યપ્રદેશ) તા.12
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજ કાર્યક્રમને લઈને રાજકીય પારો ગરમાયો છે અને ભાજપ અને કોંગ્રેસ સામસામા આવી ગયા છે. જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમમાં રાહુલના કાયક્રમને મંજૂરી ન મળતા કોંગ્રેસે રીજનલ પાર્ક સામે નવી જમીન ભાડે લેવી પડી છે. જેના માટે એડવાન્સમાં રૂા.10.08 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આ નવા સ્થળનું નામ કોંગ્રેસે ભારત જોડો રાખ્યું છે.
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર રાહુલ ગાંધીના આ પ્રવાસથી ખરાબ રીતે ગભરાઈ ગઈ છે. જેથી જાણી જોઈને મંજૂરી આપવામાં મોડું કરે છે. ઈન્દોર સીટી કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ ચીંટુ ચૌકસેએ જણાવ્યું હતું કે પાર્કની સામે 12,000 વર્ગ મીટર જમીનના અસ્થાયી પટ્ટા માટે રૂા.10.08 લાખ રૂપિયા જમા કરી દીધા છે.
આ નવા સ્થળનું નામ ભારત જોડો મેદાન રાખવામાં આવ્યું છે. કાર્યક્રમ હવે 19 સપ્ટેમ્બર આયોજીત કરવામાં આવશે, જેમાં લગભગ 1.5 લાખ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બીજી બાજુ મેયર પુષ્યમિત્ર ભાર્ગવે ખુલાસો કર્યો છે કે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જૂના આદેશ મુજબ જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમનો માત્ર રમતો કે રાજયસ્તરીય સરકારી આયોજનો માટે જ ઉપયોગ કરી શકાય છે. રાજનીતિક કાર્યક્રમો માટે ત્યાં મંજૂરી આપવી નિયમની વિરૂધ્ધ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy