બી.સી.સી.આઇ.ની ચૂંટણી પૂર્વે જ બરોડા ક્રિકેટ એસોસિએશનને ઝટકો

Gujarat | Vadodara | 09 September, 2026 | 04:37 PM
પ્રણવ અમીનનો મતાધિકાર રદ્ : બી.સી.એ. ચૂંટણીમાંથી બહાર
સાંજ સમાચાર

વડોદરા, તા.9
વડોદરાના ક્રિકેટ જગતમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આગામી ચૂંટણીમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રતિનિધિ પ્રણવ અમીન હવે મતદાન કરી શકશે નહીં.

BCCIના ચૂંટણી અધિકારીએ પ્રણવ અમીનનું નામ મતદાર યાદીમાંથી રદ કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વ મેનેજિંગ કમિટી સભ્ય કલ્પેશ પરમારે કરેલી વાંધા અરજીને ગ્રાહ્ય રાખવામાં આવતા આ નિર્ણય લેવાયો છે.

BCAમાં હાલ કામચલાઉ વહીવટ સંભાળી રહેલા પ્રણવ અમીનને BCCI ચૂંટણી મામલે મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મેનેજિંગ કમિટી સભ્ય કલ્પેશ પરમારે પ્રણવ અમીનને BCAના પ્રતિનિધિ તરીકે મતદાનનો અધિકાર આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ અરજીની ચૂંટણી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ તેને ગ્રાહ્ય રાખવામાં આવી છે. પરિણામે BCA તરફથી BCCIની ચૂંટણીમાં મત આપવા માટે પ્રણવ અમીનનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રતિનિધિતને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

આ સમગ્ર મામલામાં મુખ્ય મુદ્દો BCAના કામચલાઉ વહીવટને લઈને છે. નિયમ મુજબ કામચલાઉ બોર્ડ અથવા વહીવટી વ્યવસ્થાને નીતિગત નિર્ણય લેવાની સત્તા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ નિયમના આધારે પ્રણવ અમીનના BCCI ચૂંટણીમાં પ્રતિનિધિત અને મતાધિકાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

ચૂંટણી અધિકારીના નિર્ણય બાદ હવે BCAનું પ્રતિનિધિત કોણ કરશે અને આગળની પ્રક્રિયા કેવી રહેશે તે અંગે પણ ક્રિકેટ વર્તુળોમાં ઉત્સુકતા વધી છે. BCA માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે BCCIની ચૂંટણીમાં દરેક એસોસિએશનના પ્રતિનિધિનો મત મહત્વ ધરાવે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj