જુન-2025માં 260 લોકોના ભોગ લેનાર વિમાની દુર્ઘટનાનો રીપોર્ટ હજુ છેક ઓકટોબરમાં આવે તેવી શકયતા

અમદાવાદ વિમાની દુર્ઘટના : કોઇ પુરાવા જાહેર કરાશે નહીં

Gujarat, Air India Plane Crash | Ahmedabad | 15 July, 2026 | 04:04 PM
સુપ્રીમ કોર્ટમાં સીવીલ એવીએશન એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરોનું સોગંદનામુ : તપાસનો હેતુ કોઇ ફોજદારી અપરાધ નકકી કરવાનો નથી : ફકત ભવિષ્યની દુર્ઘટના નિવારવા અને હવાઇ મુસાફરીને સલામત બનાવવાનો જ હેતુ : આંતરરાષ્ટ્રીય કાયદા લાગુ થાય છે
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 15
ગત વર્ષે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયા વિમાની દુર્ઘટનામાં સીવીલ એવીએશન એકસીડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો દ્વારા  જે તપાસ થઇ રહી છે તેનો આખરી રીપોર્ટ હવે ઓકટોબરમાં આવશે તેમાં કોઇ પુરાવા જાહેર કરાશે નહીં. આજે બ્યુરોએ આ અંગે આ વિમાની દુર્ઘટનામાં ભોગ બનેલા પાયલોટના પિતા પુષ્પરાજ સભરવાલ દ્વારા જે અરજી કરાઇ હતી તેના સંદર્ભમાં આ સોગંદનામુ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

જણાવવામાં આવ્યું હતું કે, આ તપાસનો સંપૂર્ણ હેતુ ભવિષ્યમાં વિમાની સફરને સલામત બનાવવા અને અકસ્માતો રોકવા માટે કરવામાં આવે છે. તેમાં કોઇની પર દોષ કે ફોજદારી જવાબદારી નકકી કરવાનો હેતુ નથી. બ્યુરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ર60 લોકોના ભોગ લેનાર આ દુર્ઘટનાના પુરાવા ગુપ્ત રખાશે અને તેનો આખરી રીપોર્ટ ઓકટોબરમાં જાહેર કરાશે.

સોગંદનામામાં એ પણ જણાવ્યું કે, આ તપાસ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાને આવરી લેશે અને ફકત આંતરીક  કે ઘરેલુ તપાસ નથી. પરંતુ શિકાગો ક્ધવેન્શન તેમજ ઇન્ટરનેશનલ સીવીલ એવીએશન ઓર્ગેનાઇઝેશનના કલમ-13 મુજબ થઇ રહી છે. જેમાં દેશની સરકાર આ પ્રકારની તપાસમાં ટેકનીકલ મુદ્દાઓ પર વધુ તપાસ થાય છે અને તેની તપાસમાં કોઇ આંતરીક ગરબડ કે માનવીય ભુલને આવરી લેવાતી નથી.

આ પ્રકારની તપાસમાં જો તે પ્રકારની માનવીય ભુલ હોય તો પણ તે જાહેર કરાતી નથી. કારણ કે આ કોઇ ફોજદારી અપરાધની તપાસ નથી. ફકત ને ફકત વિમાની સેવાઓને સલામત બનાવવા અને ભવિષ્યના અકસ્માતોને નિવારવા માટે તપાસ યોજવામાં આવે છે  અને તેથી જ તેના કોઇ પુરાવા જાહેર કરાશે નહીં.

આમ સમગ્ર તપાસમાં કોકપીટ વોઇસ રેકોર્ડીંગ કે અન્ય કોઇ સંવેદનશીલ માહિતી જાહેર થશે નહીં. એટલું જ નહીં ફલાઇટના ફુટેજ જો કોઇ ક્રુ મેમ્બર જીવિત હોય તો તેના નિવેદન, ઓપરેશન સંબંધીત વાતચીત તેમજ પીડિતોની વ્યકિતગત માહિતી પણ ગુપ્ત રખાઇ છે.

આંતરરાષ્ટ્રીય તપાસ હોવાથી વિમાની ઓપરેટર ડિઝાઇન કે નિર્માણ સંબંધી જે નિયમો હોય છે તે સબંધમાં તપાસ કરવામાં આવે છે. જેના કારણે સમગ્ર દુર્ઘટનાના પુરાવા જાહેર કરી શકાતા નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj