અમદાવાદ, તા.29
અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનાને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે જેમાં 260 લોકોના મોત થયા છે. હવે આ મામલે સરકારે સંસદમાં જણાવ્યું છે કે આ મામલાની તપાસ અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે.
સરકારે એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં વિમાનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ લોકીંગ મિકેનિઝમમાં કોઇ ખરાબી નથી મળી. જો કે વિમાનના થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિસ્તૃત તપાસ હજુ અમેરિકાના સીએટલમાં ચાલી રહી છે અને તેનો રિપોર્ટ આવવો બાકી છે.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં જણાવ્યુ હતું કે એનક્રાફટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટીંગેશન બ્યુરો (એએઆઇબી)ના અંતિમ રિપોર્ટમાં કોઇ પ્રકારનો વિલંબ નથી થઇ રહ્યો.
જો કે સરકારે અકસ્માતના કારણને લઇને કોઇ નિષ્કર્ષ નથી કાઢ્યો. સરકારે કહ્યું હતું કે, દરેક સંભવિત પાસાની તપાસ ચાલુ છે. પાયલોટના વ્યવહારથી લઇ આંતરરાષ્ટ્રીય મીડિયામાં કરવામાં આવેલા દાવા પર પણ સરકારે કોઇ ટિપ્પણી નથી કરી. માત્ર એટલું જ કહ્યું છે કે તપાસ પૂરી થયા બાદ જ અંતિમ નિષ્કર્ષ બહાર આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy