શ્રી ગણેશ એટલે ?

14 September, 2026 02:07 PM

ગણેશ - ગણ - સમુહ - દેવતાઓના ઇશ-સ્વામી એટલે ગણેશ ગણનો અર્થ પાલન કર્તા પણ થાય. મહર્ષિ પાણિનીના  કથન અનુસાર ગણ એટલે અષ્ટવસુ યાને આઠેય દિશા ગણપતિ અષ્ટ દિશાઓના સ્વામી છે.

તેમની રજા વગર એક પણ દિશાના દેવતા ઇચ્છિત ફળ આપી શકતા નથી પ્રથમ ગણપતિનું પૂજન કરાય ત્યારબાદ દિશાઓના સ્વામીને પ્રવેશ મળે અને દશેય દિકપાલની પ્રસન્નતાના અને આહવાન વગર એક પણ શુભ કાર્ય સિધ્ધ થતું નથી એથી ગણપતિની પ્રથમ પૂજા કરવી અનિવાર્ય છે. શાસ્ત્ર કહે છે ‘ગણાનાં જીવજાતાનાં ય: ઇશ સ ગણેશ’

જે સમસ્ત જીવ જાતિના સ્વામી છે એ ગણેશ. શાસ્ત્રમાં તો કલૌ ચંડી વિનાયક એટલે કે કલિયુગમાં ચંડી અને વિનાયક ગણપતિની પૂજા શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 
- ઘનશ્યામભાઇ ઠકકર, ગાયત્રી ઉપાસક-રાજકોટ

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj