> સાડા ચાર વર્ષથી ચાલતું રશિયા અને યુક્રેનનું યુધ્ધ કોણ અટકાવી શકે તે પ્રશ્ર્ન છે અને અમેરિકા તથા ઇરાનના યુધ્ધમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે, આમ આ બે મોટા યુધ્ધે દુનિયાના પુરા રાજકારણને બદલી નાખ્યું છે તો બીજી તરફ ગ્લોબલ વોર્મિંગએ જે રીતે જંગલની આગથી લઇ ગ્લેશીયર ધસી જવા કે દુષ્કાળ અથવા અતિ વૃષ્ટિ આ તમામ સર્જન કરી રહ્યું છે તેમાં આપણે કોઇ કંટ્રોલ નથી અને અધુરામાં પુરૂ હતું કે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ હાથ બહાર જઇ રહ્યું છે એટલે કે એઆઇ ટુલ હવે સ્વતંત્ર બનવા જઇ રહ્યા છે અને તેના પર એક પછી એક ચેતવણી આવી રહી છે પણ રોકશે કોણ તે સૌથી મોટો પ્રશ્ર્ન છે
> હાલમાં જ જાહેર થયું કે એન્થ્રોપીકની લેબમાં ખતરનાક જૈવિક હથિયારો એઆઇની મદદથી તૈયાર થઇ રહ્યા હતા તો ઇરાન સમર્થિત હુથી જેવા નાના લડાયક સંગઠનએ પણ એઆઇની મદદથી મિસાઇલનું નિર્માણ શરૂ કર્યુ છે અને પરિસ્થિતિ એ છે કે તમારે અણુશસ્ત્રની જરૂર નહીં રહે એઆઇ જ તેનાથી વધુ ખતરનાક વિનાશ વેરી શકે છે અને તે પણ આપણને પુછયા વગર પણ ચેતવણી બધા આપે છે, કંટ્રોલ કોઇ કરવા ઇચ્છતું નથી, એઆઇ ફકત નોકરી છીનવશે
> ગ્લોબલ વોર્મિંગની હવે રીકરીંગ અસર શરૂ થઇ છે એટલે કે આપણે ઉંચા તાપમાનથી બચવા વધુ વીજળી અને અન્ય ઉપાયો કરી રહ્યા છે તે જ કાર્બન ઉત્સર્જન વધારી રહ્યું છે અને તાપમાન વધારામાં ફાળો આપી રહ્યું છે ગ્લેશીયર પીગળવા લાગ્યા છે પરંતુ તેની સામે દુનિયાના અનેક ક્ષેત્રોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે કોઇ એક પ્રાકૃતિક વાતાવરણ નથી કે જે ગરમ થયું ન હોય અને તેમાં પણ આપણે મુળ ગ્લોબલ વોર્મિંગને અટકાવી ન શકયા તો આ પરિસ્થિતિને કેમ રોકી શકશુ તે પ્રશ્ર્ન છે
મહાન અંગ્રેજી કવિ ડબલ્યુ.બી.યીટ્સની એક પંકિત આજે ખુબ જ અનુરૂપ છે જેમાં તેઓએ કહ્યું હતું કે, ‘થીંગ્સ ફોર એપાર્ટ ધ સેન્ટર કેન નોટ હોલ્ડ’ જેઓ અનુવાદ એમ કહી શકાય કે ચીજો વિખેરાઇ રહી છે. કેન્દ્ર હવે તેને બાંધી શકે તેમ નથી અને દુનિયા પર ફકત અરાજકતાનું રાજય છે, આમ આપણે જેને પ્રગતિ કહીએ છીએ તે પરિસ્થિતિ નિયંત્રણની બહાર ચાલી ગઇ છે અથવા તો આપણે ભ્રમ છે કે બધુ આપણા નિયંત્રણમાં છે પરંતુ દુનિયા છેલ્લા ચાર વર્ષથી અંતહિત યુધ્ધ જોઇ રહ્યું છે તો બીજી તરફ પ્રકૃતિ પણ તેના એવા બિહામણા સ્વરૂપને બતાવી રહી છે.
કે જે પરિસ્થિતિ કયાં સુધી આપણે જોવાની રહેશે તે પ્રશ્ર્ન છે અધુરામાં પુરૂ હોય તો હવે ટેકનોલોજી જેને આપણે જ તૈયાર કરી છે તે આપણા માટે ચિંતાનું કારણ બની ગઇ છે આ તમામ બાબત ઉપરથી એક રસપ્રદ પંકિત એ કહેવાય કે માનવ જાત ખુદ હવે પોતે ઇચ્છા મૃત્યુની આગળ વધી રહ્યું છે અને પૃથ્વી પરના બે યુધ્ધ અને આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનો ખતરો પરિસ્થિતિ બગાડવામાં ગ્લોબલ વોર્મિંગને સહાયતા કરી રહ્યો છે.
દુનિયામાં ગમે તે મંચ પર ગમે તેટલા દેશો ભેગા થાય તો પણ તે આ પરિસ્થિતિનો મુકાબલો કરવો તે કદાચ સમજી શકતા નથી અથવા સમજવા માંગતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો હવે પૃથ્વી ઝઇંઊ ઊગઉ ૠઅખઊ ભણી આગળ વધી રહી છે અને શતરંજની ચાલના શબ્દોમાં કહીએ તો ચેક એન્ડ મેટ એ આપણે જ સર્જેલી પરિસ્થિતિ છે જેમાં કોઇ બચાવની ચાલ હવે રહી નથી. છેલ્લે છેલ્લે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ જે રીતે બહાર જઇ રહી છે તે સૌથી મોટી ચેતવણી એ છે કે ર030 સુધીમાં તે હાથ બહાર નીકળી જશે.
રશિયા અને યુક્રેન એક ભયાનક હિમ ઋતુ ભણી જઇ રહ્યા છે તે સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીન પુતિન હજુ પરમાણુ હથિયારના ઉપયોગની વાત કરે છે પણ હવે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સના આધારે શસ્ત્રો સાવ નાના લડાયક સંગઠન હુથી પાસે આવી ગયા છે અને તેનો ઉપયોગ શરૂ કર્યો છે તો બીજી તરફ એઆઇના સર્જક એન્થ્રોપીક એ પોતે ચેતવણી આપી છે કે તેનું જ એઆઇ ટુલ કલોડ તેના કહ્યામાં નથી અને તે પોતે જ વિચારવાનું અને ખુદને સુધારવાનું શરૂ કરી દીધુ છે.
તો તેની જ લેબમાં હવે બાયોલોજીકલ એટલે કે જૈવિક શસ્ત્રો બનાવવાની નજીક વૈજ્ઞાનિકો પહોંચી ગયા હતા એક વખત કોરોનાનું સંકટ જોયુ પરંતુ તેનાથી વધુ ખતરનાક વાયરસ એઆઇ લેબમાં બની શકે છે તે નિશ્ર્ચિત થઇ રહ્યું છે વાસ્તવમાં ઇરાન અને વોશિંગ્ટન વચ્ચેનું યુધ્ધ એક એવું ખતરનાક મોડ પર છે કે જયાં ચૂંટણી પણ હવે યુધ્ધ સાથે જોડાઇ ગઇ છે. તો બીજી તરફ યુરોપમાં પણ રાજકીય ગતિવિધિઓ એવી બની રહી છે.
કે જેમાં હવે જર્મનીમાં ફરી હિટલર શાહીનો ઉદય થાય તેવા અર્લ્ટનેટીવ ફોર જર્મની (એએફડી)નો ઉદય થઇ ગયો છે અને તે પુરા યુરોપની રાજનીતિને બદલી શકે છે અને તેમાં સૌથી મહત્વનું એ છે કે નેતૃત્વની કમી છે. આપણે જેનો ઉપયોગ કર્યો તે યીટ્સની કવિતા ધ સેક્ધડ કમીંગમાં આ જ બાબત કહેવાય છે અને વિખ્યાત રાજનીતિ ફેે્રકલીન ડી. રૂઝવેલ્ટએ કહ્યું હતું કે આપણે ફકત ડરથી ડરવું જોઇએ.
ભલે 194પ બાદ દુનિયામાં કદી કોઇ રાષ્ટ્રએ પરમાણુ હથિયારો ઉલ્લેખ કર્યો નથી પરંતુ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ એ સુપર ઇન્ટેલીજન્સ બની ગયું છે અને એન્થ્રોપીક તથા ઓપન એઆઇ જેવી કંપનીઓ કે જે અત્યાર સુધી એઆઇ મોડેલ બનાવ્યા હતા તે હવે ખુદ એક મોન્ટરનું રૂપ લઇ રહ્યા છે. એન્થ્રોપીકનું કલોડ મોડલ પોતાની સીમા તોડીને શટડાઉન થવાનો પણ ઇન્કાર કરે છે.
આમ હાલમાં જ એન્થ્રોપીકમાંથી રાજીનામુ આપનાર જેકબ કોકસન એ દાવો કર્યો કે છેલ્લા ત્રણ વર્ષથી ઓપન એઆઇ અને એન્થ્રોપીક બંનેમાં પ્રિ ટે્રનિંગ સોલમાં સમય વિતાવ્યો પણ કોઇ કંપની જવાબદાર લેવા તૈયાર નથી. એઆઇ બહુ થોડા સમયમાં માણસને પણ મારવાની ક્ષમતા હાંસિલ કરી લેશે અને આ ડર અવાસ્તવિક નથી ચીન ખુદ પોતાની ટેકનોલોજીનો રહસ્યમય ઉપયોગ કરે છે. આપણે ફકત સોશ્યલ મીડિયાથી જે નુકસાન થાય છે તેની ચિંતા કરી હતી પરંતુ સમાજના દરેક ક્ષેત્રમાં એઆઇ એ પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે.
એઆઇ ખરેખર આપણા ઉદ્યોગો માટે ખતરો છે, એમીનેશન મેગેઝીન ગ્રાફાલોના ચિત્રકાર એકસલ શેફલર ચેતવણી આપી છે કે એઆઇ હવે બાળકોના કેરેકટરને અત્યંત બિહામણા બનાવી રહ્યા છે અને તે અનૈતિકતા પણ તે સુધીનું સર્જન એઆઇ કરવા લાગ્યું છે. આમ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ માનવનો સ્વભાવ બદલાઇ જાય ત્યાં સુધી નુકસાન કરવા લાગ્યું છે અને તે પરિસ્થિતિ કયાં અટકશે તે પ્રશ્ન છે.
હાલમાં જ એક આર્ટીકલમાં ઓરીવર મિલમેન એ લખ્યું કે વધતું ગ્લોબલ વોર્મિંગ એ અત્યારની સૌથી મોટી ચિંતા એ છે કે તેને આપણે હવે રીવાઇન્ડ કરી શકીએ તેમ નથી. જંગલોમાં આગ, પીગળતા ગ્લેશીયર, વરસાદની અનિયમિતતા, સમુદ્રી તાપમાન ગરમ થવું આ તમામ હવે ખુદ ગ્લોબલ વોર્મિંગ મારફત તેના જ કાર્બન ઉત્સર્જનને વધારી રહ્યા છે. દુનિયાભરમાં વધેલા તાપમાનથી જે રીતે વીજળી સહિતનો ઉપયોગ વધ્યો છે તેના કારણે વધુને વધુ કાર્બન ઉત્સર્જન થઇ રહ્યું છે આમ ગ્લોબલ વોર્મિંગની રીકરીંગ અસર શરૂ થઇ છે અને આપણે મુળ અસરને પણ પકડી શકયા નથી. આમ પોઇન્ટ ઓફ નો રીટર્ન જેવી પરિસ્થિતિમાં આપણે આ ગ્લોબલ વોર્મિંગમાં પહોંચી ગયા છે.
સવાલ એ છે કે તેનો સામનો કોણ કરે, એઆઇ પાસે માનવતા જેવી કોઇ ચીજ નથી, પરંતુ જો મશીનની અંદર ગુસ્સો, ડર કે નાપસંદ જેવી પરિસ્થિતિ સર્જાવા લાગશે તો તમારૂ કોમ્પ્યુટર જ તમારી કમાન સ્વીકારવાનો ઇન્કાર કરી દેશે. એઆઇ મારફત હથિયારો બનવા લાગ્યા છે અને તે પોતાની રીતે જ લક્ષ્યો નકકી કરશે અને તેનો ધ્વંસ કરશે તે પછી તેને રોકી કેમ શકાશે. અત્યારે સુધી આપણે એઆઇના સારા પરિણામો જોવા મળ્યા છે પરંતુ ભવિષ્યમાં તે પોતાની રીતે જ નિર્ણય લેવા માંડશે તો આપણા માટે તે પરિસ્થિતિની બહાર જવું અશકય બની જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy