► થોડા દિવસ પહેલા દેશમાં 7.8 ટકાની જીડીપીના જાહેર થયેલા આંકડા પર વિવાદ સર્જાયો, સરકારે પોતાનો તર્ક રજુ કરી દીધો, સૌથી મહત્વનું એ છે કે દરેક પ્રકારના વિરોધમાં કુદી પડતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જીડીપી વિશે બોલવાનું ટાળ્યું તેથી વધેલા આંકડામાં દમ છે તે તો નિશ્ચિત છે પણ આમ આદમીને શું તે પ્રશ્ન છે, રીયલ જીડીપી એટલે કે ઉત્પાદન ન વધે છતાં પણ ભાવ વધે તો પણ જીડીપી ઉંચી આવે છે અને હાલની પરિસ્થિતિ કંઇ તેવી જ છે
► સૌથી મોટી ચિંતા ક્રૂડ તેલની છે જે 100 ડોલરને પાર થઇ ગયું છે અને ભારતીય બાસ્કેટમાં 109 ડોલરની પડતર કિંમત એ આવે છે તેથી પેટ્રોલ ડિઝલનો ભાવ કેટલી ઝીક જીલી શકશે તે પ્રશ્ન છે અને શીપીંગ કોસ્ટ પણ આસમાને પહોંચી ગયા છે જે પણ આપણા અર્થતંત્રને મોટો ફટકો મારશે આમ વાસ્તવિકતા અને અર્થતંત્રના આંકડા એ અલગ બાબત કહે છે ખુદ રીઝર્વ બેંક જીડીપીને 7 ટકાથી ઉપર લઇ જવા તૈયાર નથી તે પણ એક ફેકટર છે
► અર્થશાસ્ત્રીઓ જે ગણતરી કરે છે તે વાસ્તવિકતાથી કેટલી દુર છે તે પણ ક્રિસીલના આંકડા કહે છે, જુલાઇ માસમાં વેજ થાળીની કિંમત
રૂા. ર6 મુકાઇ હતી તેમણે પણ હવે આ થાળી રૂા.પ3એ પહોંચી ગઇ છે તે સ્વીકાર્યુ છે, બજારમાં તો વાસ્તવિકતા તેનાથી પણ વધુ ચિંતાજનક છે, આમ આદમી માટે આ ગણતરી કરતા પણ કિચન બજેટ વધી ગયું છે અને હજુ અપુરતા ચોમાસા અને તેના કારણે ખરીફ અને ત્યારબાદ રવિ પાકને અસર થવાની છે તેની રીયાલીટી આવવાની બાકી છે
જો તમને ભારતની વધતી જીડીપી પર ગૌરવ હોય તો બીજી તરફ આમ આદમીની રસોઇનું બજેટ જે સતત બગડી રહ્યું છે તેની પણ ચિંતા હોવી જોઇએ. ખાદ્ય તેલથી આવશ્યક તમામ ચીજો અને ખાસ કરીને ક્રુડ તેલ જે રીેત 100 ડોલરને પાર થઇ ગયું છે. ભારતીય બાસ્કેટને તો 110 ડોલર આસપાસ મળે છે તેથી ફકત દાળ-ચીની જ નહીં આગામી દિવસોમાં તેનાથી પણ વધુ મોંઘવારી માટે તૈયાર રહેવું પડશે. છેલ્લા છ માસમાં ખાદ્ય પદાર્થો ની કિંમતની તુલના કરો તો જે રીતે ભાવ વધ્યા છે.
તેની પ્રમાણમાં આવક વધતી નથી. તમે શાકાહારીની એક થાળી તૈયાર કરો તો ક્રિશીલના રીપોર્ટ મુજબ એપ્રિલમાં જે સરેરાશ રૂા.ર6ની પડતી હતી તે રૂા.પ3ની પડે છે. આ અત્યંત બેઝીક ભાવ છે જયારે બજારમાં વાસ્તવિકતા અલગ બાબત છે અને તેમાં હવે ક્રુડ તેલ હવે ભારત માટે સૌથી મોટુ વિલન બની રહ્યું છે અને વધુ એક વાસ્તવિકતા સામે આવી રહી છે જે છે દુનિયાભરમાં શીપીંગ ક્રાઇસીસ અને હોર્મુઝ બંધ થવાથી તથા રેડ-સીમાં પણ તનાવ વધવાથી દુનિયાભરમાં 80 થી 90 ટકા વ્યાપાર જે દરીયાઇ માર્ગે થાય છે.
તેના તમામ પર અસર થશે અને આવશ્યક ચીજો જ નહીં લકઝરી ચીજોના ભાવમાં મોટો વધારો થાય તો તેના માટે તૈયાર રહેવું પડશે. વધુ એક ક્રુડ વાસ્તવિકતા સામે ડોકાઇ રહી છે તે છે શેરબજાર સતત ગબડી રહ્યું છે. લોકોની બચત હવે માઇનસમાં પહોંચી ગઇ છે અને રૂપિયો પણ ડોલરની સરખામણીમાં રૂા. 9પ.08ની સપાટીએ પહોંચી ગયો છે તો અમેરિકામાં વ્યાજદર વધવાથી ભારતમાં પણ તેની અસર થશે અને આગામી સમયમાં કઇ મોટી મુસીબતનો સમયનો સામનો કરી શકશો તે મોટો પ્રશ્ન છે.
જો જીડીપીના ગાણા ગાય છે તેઓ જમીન પરની વાસ્તવિકતા જોતા નથી તેથી જ આ સમસ્યા ભારતને અસર કરી રહી છે જીડીપીનો તિવ્ર વૃધ્ધિદરની વાસ્તવિકતા ભલે ગમે તેટલી મહત્વની હોય પરંતુ તેની સામે પ્રશ્ન ઉઠે છે તે દર્શાવે છે કે અર્થતંત્રમાં કયાંય અવિશ્ર્વાસની જગ્યા બની ગઇ છે. પૂર્વ વિત્ત સચિવ કે રાજકીય નિવેદનોને એક બાજુ રાખીએ તો પણ સામાન્ય માનવીને વધેલી જીડીપીથી શું લાભ તે પ્રશ્ન છે. જીડીપીનું આધાર વર્ષ બદલાયું તે પણ સ્વીકાર્ય છે. દુનિયામાં દરેક રાષ્ટો પાંચથી છ વર્ષ આધાર વર્ષ બદલતા હોય છે અને વાસ્તવિકતા મુજબ તેની ગણતરી થતી હોય છે.
પરંતુ ફુગાવો જે જીડીપીમાં સૌથી મોટો પ્રભાવ પાડે છે તેથી જે જીડીપી જાહેર થાય છે તે અને વાસ્તવિકતા એટલે રીયલ જીડીપીનું અંતર સમજવું જોઇએ હાલ જે જીડીપીની ગણતરી છે તેમાં જો કોઇ ઉત્પાદન વધી ન થાય અને ભાવ વધી જાય તો પણ જીડીપી ઉંચા આંકડા દર્શાવે છે અને ભારતમાં અત્યારે પરિસ્થિતિ છે રીયલ જીડીપી ત્યારે માપી શકાય કે તેમાંથી ફુગાવાનો આંકડો જે ભાવ વધારો થયો છે તે દુર કરો તો રીયલ જીડીપી તમને જાણવા મળેે. જુના આધાર વર્ષ સાથે ગણતરી ન કરો તો વર્તમાન સ્થિતિ જુઓ તો પણ જીડીપીના આંકડા એ લોકોને કેટલો લાભદાયક છે તે મહત્વનું છે.
જીડીપીનો સામાન્ય અર્થ એ છે કે દેશમાં ઉત્પાદન, સેવાઓ અને આર્થિક ગતિવિધિ વધવી જોઇએ પરંતુ મોંઘવારીના કારણે ભાવમાં વધારો તે આમ આદમી માટે જે જીડીપી વધારાના લાભો છે તે છીનવી જાય છે.
જીડીપીથી સામાન્ય વ્યકિતને શું લાભ તેનો અર્થ એ છે કે કંપનીઓ વધુ ઉત્પાદન કરે, વધુ રોજગારનું સર્જન થાય અને કંપનીઓને નફો વધે તો કર્મચારીઓના સેલેરી અને ઇન્સેટીવમાં વધારો થાય છે નાના વેપારીઓ અને દુકાનદારો સુધી વ્યાપારમાં વૃધ્ધિ નોંધાઇ છે પરંતુ તમારી સેલેરી સ્થગિત રહે અથવા તો પાંચ ટકા વધે તો પણ 8 ટકાની મોંઘવારી એ તમારા માટે નુકસાનકારક છે ભારતની અર્થવ્યવસ્થામાં હાલ 4 થી પ ટકા જેટલી ફુગાવાની સ્થિતિ છે.
અને તે જો માઇનસ કરો તો જીડીપીનો આંકડો તુર્ત જ નીચે આવી જશે. એ વાસ્તવિકતા છે કે ર014 બાદ ભારતે 6.પ ટકાથી 8 ટકા સુધીનો વિકાસ દર જોયો છે યુપીએ સરકારમાં પણ તે પરિસ્થિતિ આપણે જોઇ હતી પરંતુ બીજી મહત્વની બાબત એ છે કે ભારતની અર્થવ્યવસ્થા હવે વૈશ્ર્વિક પરીબળો સાથે જોડાઇ ગઇ છે અને તેની સાથે એ વાસ્તવિકતા છે કે આપણી અમીરી અને ગરીબી વચ્ચેનું અંતર વધતું જાય છે. તમે હાલની સ્થિતિમાં લકઝરી ખરીદી ટાળી શકો છો પરંતુ આવશ્યક ચીજોના કારણે જે ભાવ વધારો થાય છે તેને તમે મુકાબલો કરી શકો નહીં અને આ સ્થિતિ એ આજે જોવા મળી રહી છે.
ભારત માટે આ એક સૌથી મોટુ સંકટ છે કારણ કે આપણી ઇકોનોમી ક્રુડ તેલ આધારીત છે અને તેની વાસ્તવિક કિંમત 109 ડોલરની પડતર છે. એટલે કે આપણે દુનિયાનું સૌથી મોઘુ ક્રુડ તેલ ખરીદી રહ્યા હતા. જુલાઇમાં 8ર ડોલર ક્રુડ તેલનો ભાવ હતો તે સમયે પણ ઓઇલ કંપનીઓની અંડર રીકવરી પેટ્રોલમાં રૂા.પ અને ડિઝલમાં રૂા.ર3 હતી. જેમાં હવે રપ ટકા જેવો ભાવ વધારો ક્રુડ તેલમાં થયો છે અને કયાં સુધી સરકાર ઓઇલ કંપનીઓને ખોટ કરવા દેશે તે પણ પ્રશ્ન છે. બીજી તરફ સેન્સેકસ પણ જે રીતે છેલ્લા ત્રણ દિવસમાં જ 1800 પોઇન્ટ અને છેલ્લા એક મહિનામાં 3800 પોઇન્ટ જેટલો તુટયો છે.
અને તે સીલસીલો આજે પણ ચાલુ રહેશે તે નિશ્ચિત છે અને રૂપિયો તેની સાથે એનઆરઆઇ સ્કીમ સાથે જે જંગી ડોલર ઇન્કમ થઇ તેથી થોડો ટકી રહ્યો પણ તેની સામે પણ સંકટ યથાવત છે અને તેમાં શીપીંગનો જે જોખમ શરૂ થયું છે હોર્મુઝ જળમાર્ગ બંધ છે અને રેડ-સી ઉપર પણ તનાવ છે. સુએજ નહેરમાં પણ પાણી ઘટી જવાથી જહાજોની પ્રવાસ કરવામાં મુશ્કેલી આવી રહી છે.
અને છેક આફ્રિકાનું ચકકર મારીને કેપ ઓફ ગુડ હોપના માર્ગે ભારતને ક્રુડ તેલ કે અન્ય આયાત કરવી પડે છે અને નિકાસ પણ તેટલી જ મોંઘી પડે છે. જહાજોના ખર્ચ વધવાથી શીપીંગ કોસ્ટ ર0 થી 40 ટકા વધશે અને તેની સીધી અસર દેશમાં આયાતી ઉત્પાદનો વધુ મોંઘા થવાથી લોકોના ગજવા ઉપર પડશે ભારત દર વર્ષે 1ર00 કરોડ ટન આયાત શીપીંગ મારફત કરે છે અને હવાઇ કરતા આ માર્ગ એ અત્યંત સસ્તો છે પરંતુ સપ્લાય ચેઇન મોંઘી બની રહી છે તે વાસ્તવિકતા છે આમ ર0ર6નું વર્ષ જતા જતા પણ દેશને ફટકો મારતુ જશે તે નિશ્ચિત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy