> નવો વર્લ્ડ ઓર્ડર બનાવવા માટે ત્રણ મહાશકિત ગણી શકાય તેવા દેશો દિલ્હીમાં ભારત મંડપમ્માં ભેગા થઇ રહ્યા છે અને તેનો એજન્ડા મોટો છે પરંતુ સૌથી મહત્વનું એ છે કે આ તમામ દેશો માટે પોતાના વ્યકિતગત એજન્ડા પણ તેનાથી મોટા છે અને સૌથી મોટુ અમેરિકા સામે મંચ ઉભો કરવાની કોશીશ હોય તો પણ તેનો પ્રારંભ ડોલર સામે જંગથી કરવો પડે પણ એવી કઇ કરન્સી પછી તેને બ્રિકસ નામ આપો કે યુઆનને આગળ ધરો જે ડોલર જેવી વિશ્વસનીયતા અને મજબુતાઇ ધરાવે છે !
> એ વાસ્તવિકતા છે કે જી-7 જેવા મંચ સામે બ્રિકસ એ વૈશ્વિક જીડીપીમાં આગળ ચાલી ગયું છે પણ ફકત જીડીપીના ઉંચા આંકડા એ કોઇ સિધ્ધિ નથી કારણ કે જી-7 દેશોની વાર્ષિક સરેરાશ આવક પ3,000 ડોલર છે જયારે બ્રિકસની 8,ર00 ડોલર છે, દુનિયામાં 88 ટકા સોના, ક્રુડ અને ગેસનો વ્યાપાર ડોલર મારફત થાય છે, વિશ્વના દેશોના હુંડીયામણમાં ડોલરનો હિસ્સો પર ટકા છે અને સૌથી મહત્વનું એ છે કે ડોલર કદી ડિફોલ્ટ થયો નથી તેને કદી ટેકો આપવો પડયો નથી અથવા તો અવમૂલ્યન કરવું પડયું નથી આમ ડોલરની જે વિશ્વસનીયતા છે તે ભાગ્યે જ કોઇ કરન્સીમાં જોવા મળી શકે છે
> બ્રિકસના દેશોના બે દિવસની કવાયત એ આંતરીક એજન્ડા સેટ કરવા સિવાય કંઇ વધુ બની શકે તો તે આશ્ચર્ય થશે. ખુદ રશિયા પોતે યુક્રેન યુધ્ધમાં ફસાયુ છે. ચીન માટે અમેરિકાને નજરઅંદાજ કરવું તે અઘરૂ છે. કારણ કે ચીનની નિકાસનો મોટો હિસ્સો અમેરિકા મેળવે છે અને તેના વગર ચીન પોતાનું ઔદ્યોગિક સામ્રાજય ટકાવી પણ ન શકે. ભારત ચીન સાથેના સંબંધોમાં અત્યંત સાવચેતી સાથે આગળ વધે છે. કારણ કે ભુતકાળમાં આપણને ડ્રેગનનો અનુભવ થઇ ગયો છે. આથી બે દિવસનું સંમેલન એ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલોએ તૈયાર કરેલ ખાસ ભારતીય વ્યંજનના સ્વાદથી વધુ કોઇ મીઠાશ લઇ આવશે તેવી શકયતા નથી
2001માં ન્યુયોર્કમાં એક બેંક ઇન્વેસ્ટરે દુનિયાની ચાર ઉભરતી અર્થવ્યવસ્થાના નામ એવી રીતે લખ્યા કે જેનો અર્થ બીઆરઆઇસી એટલે બ્રિક થતો હતો આ એક માર્કેટીંગ શબ્દ હતો પરંતુ ભાગ્યે જ ખ્યાલ હશે કે તે ભવિષ્યમાં એક દુનિયાનો મોટો ડિપ્લોમેટીક પ્લેટફોર્મ બની જશે. આજે રપ વર્ષ બાદ 1ર અને 13 સપ્ટેમ્બરે 11 દેશો અને 10 સહયોગી રાષ્ટ્રો જયારે ભારત મંડપમ્ પહોંચશે તે સમયે ફંડ મેનેજરનો વાત જવા દો ખુદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર આ મંચ ભણી હશે.
સૌથી મહત્વનું એ છે કે દુનિયામાં આ પ્રકારે અનેક સંગઠનો રચાયા અને તે સમય જતા અલોપ થઇ ગયા. આપણે જ ‘સાર્ક’ના સાક્ષી છીએ કે જે એક સમયે દક્ષિણ એશીયાનું સૌથી મોટુ મંચ હતું તે આજે ભાગ્યે જ કયાંક દેખાય છે. બીનજુથવાદ જેવો શબ્દ પણ આપણે ભુતકાળમાં સાંભળતા હતા આજે તેનો અર્થ બદલાય ગયો છે અને જે રીતે જિયોપોલીટીકસ બદલાઇ ગયું છે તેમાં બ્રિકસનું મહત્વ વધુ મજબુત થઇ ગયું છે.
આજે બદલાતી વ્યવસ્થામાં બ્રિકસ એક વૈશ્વિક અવાજ જ નહીં પરંતુ ભવિષ્યમાં તે એક વૈશ્વિક આર્થિક પાવર પણ બની શકે છે. પરંતુ તે માટે ઘણી લાંબી લડાઇ કરતા પણ બીજા શબ્દોમાં કહીએ તો લાંબી મજલ કાપવાની છે. દુનિયામાં જી-7 જેવો વિશ્વના ધનવાન અને તાકાતવાર દેશો કે જેની વિશ્વની જીડીપીમાં પર ટકા હિસ્સો હતો તે આજે ઘટીને ર9 ટકા થઇ ગયો છે અને બ્રિકસ દેશોનો હિસ્સો ર3 ટકા હતો. તે સમયે બ્રાઝીલ, રશિયા, ભારત અને ચીનનો પરચેઝીંગ પાવર આજે 36.8 ટકા થઇ ગયો છે.
આમ બ્રિકસનું વિઝન આકાર લઇ રહ્યું છે પરંતુ તે કેટલું વાસ્તવિક બનશે તે સોથી મોટો પ્રશ્ન છે. કારણ કે બ્રિકસની આડે જો મોટી દિવાલ હોય તો તે આંતરીક અવિશ્વાસ અને મતભેદ છે. સૌથી મોટુ એ છે કે અમેરિકાના પ્રમુખ અનેક વખત કહે છે કે બ્રિકસ કરન્સી જેવો કોઇ શબ્દો લાવવામાં આવશે કે અમલ કરવામાં પ્રયત્ન કરવામાં આવશે તો તે અમેરિકા સામેનું યુધ્ધ જ ગણાશે.
મહત્વનું એ છે કે આજે જે રીતે અમેરિકા અને તેનો ડોલર વૈશ્વિક કરન્સી જેવો છે તો શું બ્રિકસ ડોલરને ડરાવી શકશે ! પ્રશ્ન એ છે કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે, ચોકકસપણે બ્રિકસનું પ્લેટફોર્મ એ વિશ્વની 4પ ટકા વસ્તી અને ગેસ, તેલ ઉત્પાદન કરતા અગ્રણી દેશો પણ સામેલ છે. સોના ખરીદીમાં પણ રશિયા, અમેરિકા અને ભારત આક્રમક બની ગયા છે અને ભવિષ્યમાં ડોલર કે આજે વૈશ્વિક કરન્સી છે તેની સામે મોરચો માંડવા માટે આગળ વધી રહ્યા છે પરંતુુ પ્રશ્ન એ છે કે બ્રિકસ કરન્સી અથવા તો ડોલરને સમાંતર જો ચીન પોતાની યુઆન કરન્સીને આગળ ધપાવે છે અને બ્રિકસના દેશો તેને માન્ય રાખે તો પણ યુઆનનો ભરોસો શું.
ડોલરે જે ક્રેડીટ મેળવી છે તે 1944ના વિશ્વ યુધ્ધના અંતથી શરૂ થઇ છે અને આજે ડોલર મુકત વ્યાપાર કરવો કે ડોલર મુકત થવું એ લગભગ અશકય જેવું દેખાય છે. મોટા ભાગના દેશો પોતાની વિદેશી રીઝર્વમાં ડોલરને સૌથી સુરક્ષીત અને સૌથી સ્થિર માનવામાં આવે છે. દુનિયાભરમાં ડોલરની સ્વીકૃતિ જેવી એક પણ કરન્સીની નથી અને તેમાં પેટ્રોડોલરના સિસ્ટમના આગમન પછી ડોલર વધુ મજબુત બન્યો છે ભલે બ્રિકસના દેશો સંયુકત કરન્સી લાવવા પ્રયત્ન કરે અથવા તો જે વૈશ્વિક ચલણ વિનીમય માટે ‘જૂશરિ’ં સિસ્ટમ સમાંતર રીતે વિકસાવે તો પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો અઘરો બની જાય છે.
સૌપ્રથમ મહત્વનૂં એ છે કે ફોરેન્સી કરન્સીમાં ડોલર અને વિદેશી ચલણમાં રોકાણ 600.67 અબજ ડોલરનું છે. જેની સામે સોનુ એ 116.41 અબજ ડોલરનું છે. આંતરરાષ્ટ્રીય રીઝર્વમાં પ7 ટકા હિસ્સો એ ડોલરનો છે. પ્રશ્ન એ છે કે અમેરિકી ડોલર એ આટલો મોટો વિશ્વસનીય કેમ છે તો તેનું સૌથી મહત્વનું છે અમેરિકામાં રૂલ ઓફ લો એટલે કે કાનુનનું શાસન છે, નાગરિકોના અધિકાર છે અને મિલ્કતના અધિકાર છે તથા મુકત આર્થિક વ્યવસ્થા છે તે ભાગ્યે જ કોઇ દેશમાં એ તુલનામાં જોવા મળશે. અમેરિકી ટ્રેઝરી બોન્ડ આજે પણ દુનિયામાં સૌથી સુરક્ષીત રોકાણ ગણાય છે.
ભલે અવારનવાર આપણે અમેરિકી સરકાર દેવા ચુકવણીમાં નિષ્ફળ ગઇ તેવી વાત સાંભળતા હોય પરંતુ જયાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરનો સવાલ છે તો ડોલર કદી નિષ્ફળ ગયો નથી એટલે કે તેનો ઝીરો ડિફોલ્ટ રેકોર્ડ છે. એટલું જ નહીં વિશ્વમાં તમે સેક્ધડોમાં કરોડો અબજો ડોલરનો તમારી કરન્સીમાં રોકાણ કરી શકો છો અમેરિકામાંથી પણ ડોલર બહાર લઇ જવા કે લઇ આવવા પણ કોઇ પ્રતિબંધ નથી આટલું લીકવીડીટી કોઇ કરન્સી ધરાવતું નથી. દુનિયામાં સોના ક્રુડ અને ગેસનો 88 ટકા વેપાર ડોલરમાં થાય છે.
તમે જો ડોલરને બદલે મજબુત થઇ રહેલા ચીનની કરન્સી યુઆનને ભરોસો રાખો તો પણ તે કયારે તુટી પડે તેની કોઇ આગાહી કરી શકાય તેમ નથી. ચીનમાં સરકારી નિયંત્રણો એટલા કડક છે કે રોકાણ કારો પોતાના નાણા પણ ચીન બહાર લઇ જતા નથી, મુકત લોકશાહી નથી, એકહથ્થુ શાસન છે અને રાતોરાત કોઇપણ બેંકર્સને પણ ઉઠાવીને લઇ શકાય છે એટલું જ નહીં ચીન એ એક સાથીદારની દ્રષ્ટિએ પણ ભારત સહિતના દેશો માટે ભરોસોપાત્ર નથી બંને દેશો વચ્ચેની સરહદી અને આર્થિક સ્પર્ધાનો કયારે અંત આવશે તે ભાગ્યે જ કોઇ કહી શકે તેમ છે.
ભુતકાળમાં યુરોને આ જ રીતે સેન્ટ્રલ કરન્સી બનાવવા માટે જે કવાયત થઇ હતી તે અંતે નિષ્ફળ ગઇ. 1971માં અમેરિકાના તે સમયના ટ્રેઝરી સેક્રેટરી જોન કેનલી એ કહ્યૂં હતું કે અમારૂ ચલણ પણ તમારી સમસ્યા તે સમયે અમેરિકાએ સોના સાથે ડોલરને જોડવાનું બંધ કર્યુ અને તે સમયે જ કહેવાયું હતું કે ડોલર ભલે અમેરિકાનું ચલણ હોય પણ તેનાથી ઉભી થતી આર્થિક અસ્થિરતાનો દુનિયાએ જ સામનો કરવો પડશે. આમ ગ્લોબલ રીઝર્વ અને કરન્સી હોવાના કારણે અમેરિકા પણ કોઇ જાતના જોખમ વગર દુનિયાભરમાંથી લાભ ઉઠાવી શકે છે અને હાલ ઇરાન તથા રશિયા ઉપરના પ્રતિબંધો પણ ડોલરના કારણે જ હથિયાર જેવા સાબિત થયા છે
તેથી જ કહેવાય છે કે દુનિયાને ડોલર એટલા માટે પ્રેમ કરતી નથી કે તે શ્રેષ્ઠ છે પરંતુ એટલા માટે પસંદ કરે છે તેની પાસે કોઇ વિકલ્પ નથી. આમ ડોલરની લોકપ્રિયતા પર પ્રેમ નહીં મજબુરી અને સુરક્ષાના વિશ્વાસ પર આધારીત છે. અને આથી જ બ્રિકસના દેશોના બે દિવસની કવાયત એ આંતરીક એજન્ડા સેટ કરવા સિવાય કંઇ વધુ બની શકે તો તે આશ્ચર્ય થશે. ખુદ રશિયા પોતે યુક્રેન યુધ્ધમાં ફસાયુ છે. ચીન માટે અમેરિકાને નજરઅંદાજ કરવું તે અઘરૂ છે.
કારણ કે ચીનની નિકાસનો મોટો હિસ્સો અમેરિકા મેળવે છે અને તેના વગર ચીન પોતાનું ઔદ્યોગિક સામ્રાજય ટકાવી પણ ન શકે. ભારત ચીન સાથેના સંબંધોમાં અત્યંત સાવચેતી સાથે આગળ વધે છે. કારણ કે ભુતકાળમાં આપણને ડ્રેગનનો અનુભવ થઇ ગયો છે. આથી બે દિવસનું સંમેલન એ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલોએ તૈયાર કરેલ ખાસ ભારતીય વ્યંજનના સ્વાદથી વધુ કોઇ મીઠાશ લઇ આવશે તેવી શકયતા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy