|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ. તા.12
પાટણવાવમાં યુવક પર ગંભીર બંધુએ પાઈપ અને લાકડીથી હુમલો કરી માથું ફોડી નાંખતા યુવકને લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સારવારમાં ખસેડાયો હતો. જે અંગે પાટણવાવ પોલીસે બેલડી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે હાલ જૂનાગઢ રહેતાં મૂળ પાટણવાવ ગામે રહેતાં સલીમભાઈ સીદીકભાઇ હિંગોરજા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફિરોજ ગંભીર અને સાહિલ ગંભીરનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓના પહેલા લગ્ન પાટણવાવ ગામના આદમભાઈ સીદીકભાઈ ગંભીરની દીકરી નસીમા સાથે થયેલ હતા. જે લગ્ન 13 વર્ષ પહેલા થયેલ હતા.
તેઓનો લગ્ન સંસાર ત્રણ મહિના ચાલેલ બાદ છુટાછેડા થયેલ હતા. બાદ બીજા લગ્ન ચાર વર્ષ પહેલાં રાજકોટની યુવતી સાથે થયેલ છે. ગઈકાલે સવારના તે ઘરે હતો અને કબાટનો કલર કરવાનો હોય જેથી કલર લેવા ગામમાં જવા નીકળેલ અને કલર લઈ ઘેર જતો હતો ત્યારે બાપા સીતારામની મઢુલી પાસે આવેલ એક પાન માવાની દુકાને પાંચાભાઈ રબારી તથા ઝીણાભાઈ રબારી બેઠા હતા. તેની સાથે બેસીને વાતચીત કરતા ત્યારે પાછળથી સોહિલ ગંભીર લોખંડનો પાઇપ લઈને ઘસી આવી માથાના ભાગે લોખંડનો પાઇપ મારી દીધેલ જેથી તે નીચે પડી ગયેલ હતો.
ત્યારે તેનો ભાઈ ફિરોજ ગંભીર દુકાન અંદરથી લાકડી લઈ આવેલ અને માર મારવા લાગેલ તે વખતે ફિરોજ કહેતો હતો કે, મારી દુકાને કેમ બેસવા આવેલો છે, હવે પછી અહીં બેસવા આવતો નહીં અને આવીશ તો તને મારી નાખીશું તેમ કહી બંને ભાઈઓ લાકડી અને પાઈપ વડે માર મારતા હતા. તે વખત ફિરોજભલ બોલતો હતો કે, આ દુકાન મારી છે અને અહીંયા આવતો નહીં.
જે દરમિયાન ત્યાં બેસેલ લોકોએ યુવકને વધુ માર મારતા બચાવેલ બાદ તેઓને લોહીલુહાણ હાલતમાં પાટણવાવ સરકારી દવાખાને સારવારમાં ખસેડેલ હતો. બનાવવા અંગેની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી બંને શખ્સોને પકડવા તજવીજ આદરી હતી.