|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
નવી દિલ્હીઃ તમો નવું મોબાઈલ સીમકાર્ડ ખરીદતા સમયે અમારા ફિંગરપ્રિન્ટ સહિતના બાયોમેટ્રીક આપ્યા હોય તેથી તમો સલામત પ્રક્રિયાથી મોબાઈલ સીમકાર્ડ ખરીદ્યુ હોય તેવું માનતા હો તો કદાચ તેમાં ભુલ છે.
તમારા બાયોમેટ્રીક ડેટા અલગ અલગ રીતે શેર થાય અને તેના આધારે તમારા જ આ ડેટાથી કોઈ અન્ય વ્યક્તિ સીમકાર્ડ ખરીદી લે તો પણ તેઓને ખ્યાલ રહેતો નથી. હાલમાંજ સીબીઆઈએ આ પ્રકારે 1300થી વધુ ફર્જી બાયોમેટ્રીકથી સીમકાર્ડ ખરીદાયા હોવાનું ઘટસ્ફોટ કરતા આ નવી મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે.
આ માટે સીમબોકસ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આ સીમ બોકસ એવી ટેકનોલોજી છે જેમાં એકી સાથે સેકડો સીમકાર્ડ લગાવીને વિદેશી કેટસને તમો લોકલ નંબરથી આખા હોય તેવું દર્શાવી શકો છો!
સીબીઆઈએ આ રીતે ચીનના બાયોમેટ્રીક પર સીમકાર્ડ ઈસ્યુ કરતા એરટેલના એક એરિયા ડીસ્ટ્રીબ્યુટરને ઝડપી લીધો હતો. જેણે આ પ્રકારે 1300 સીમકાર્ડ વેચ્યા હતા. જેમાં 73નો સાયબર ક્રાઈમમાં ઉપયોગ થયાનું બહાર આવ્યુ છે.
આ પ્રકારના સીમકાર્ડ ડીજીટલ એરેસ્ટ સહિતના અપરાધોમાં ઉપયોગ થયો હતો. જેમાં બિહાર-ઓડીસામાં નેટવર્ક સામેલ થયું છે. આ માટે એકજ ગ્રાહક જે વાસ્તવિક રીતે પોતાના બાયોમેટ્રીકથી સીમકાર્ડ ખરીદવા આવ્યો હતા. તેના નેટવર્ક, ટેકનીકલ કારણ બનાવી 3-4 વખત બાયોમેટ્રીક લેવાઈ જાય છે અને તેના પરથી નવા સીમકાર્ડ અલગ મોબાઈલ નંબર પર ઈસ્યુ થઈ જાય છે.