|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
નવી દિલ્હી, તા.12
અત્રે શરૂ થનારી બ્રિકસ સમીટ 2026માં સામેલ થવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ દિલ્હી આવી પહોંચ્યા હતા. પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગનું સ્વાગત કેન્દ્રીય મંત્રી જિતન પ્રસાદે કર્યું હતું. શ્રી જીનપીંગની સાથે 400 લોકોનું મોટું ડેલીગેશન પણ આવ્યું છે. જેમાં તેમની કેબીનેટના અનેક સીનીયર મંત્રીઓ પણ સામેલ છે.
ચીનના રાષ્ટ્રપતિ દિલ્હીની તાજ હોટેલમાં રોકાશે. તાજ હોટેલમાં રોકાશે. જિનપીંગની ભારત યાત્રા બન્ને દેશો માટે મહત્વની માનવામાં આવી રહી છે. શી જીનપીંગ પાલમ એરપોર્ટ પર વિમાનથી બહાર ત્યારે તેમણે ઉપસ્થિત સૌનુ અભિવાદન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, જિનપિંગ 7 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવ્યા છે. જિનપિંગના ભારત પ્રવાસ પર સૌની નજર છે. બે પડોશી દેશો જે ઝડપથી વૈશ્વિક અર્થશામાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. તેમનું એક સાથે આવવું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.