www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુગારના ફિલ્ડમાં પણ પુરૂષ સમોવડી સ્ત્રી : 33 મહિલા અને 31 પુરૂષો ઝડપાયા


સાંજ સમાચાર

જામનગર તા.12
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પોલીસે જુગાર સંબંધિત 11 દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન પોલીસે 33 મહિલા સહિત 64 શખ્સોની અટકાયત કરી 1.84 લાખની રોકડ સહિત કુલ રૂા.2.14 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિટી એ ડિવિનઝ પોલીસે મોરકંડા રોડ પર આવેલ સનસિટી-1, શેરી નં.8માં જાહેરમાં જુગાર રમી રહેલાં રાજેશભાઇ વિક્રમભાઇ વીઠ્ઠલાણી (ઉ.વ.63, રહે.પટેલ કોલોની શેરી નંબર 7 પાદવ પાન વાળી શેરી કાનાભાઇ આહિરના મકાનમા ભાડેથી જામનગર),  નયનાબેન બાબુલાલ રાઠોડ (રહે. રણજીતનગર શાકમાર્કટ રામના મંદીરની સામે બીલ્ડીંગ નંબર એ/2 જામનગર), સુનિતાબેન જીતુભાઇ નાખવા (રહે.પટેલ પાર્ક શેરી નંબર 11 જામનગર), સલમાબેન ઇસ્માલઇભાઇ ધોધા (રહે.મોરકંડા રોડ સનસીટી 1 શેરી નંબર 8 જામનગર), ડીમ્પલબેન કપીલભાઇ ગઢીયા (રહે.નાગરચકલો છાપીયા શેરી નંબર 1 જામનગર) નામના ચાર મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.11,200 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

સિટી સી ડિવિઝન પોલીસે શહેરના અયોધ્યાનગર શેરી નં.9માં જાહેરમાં જુગાર રમી રહેલાં અર્ચનાબેન હિતેષભાઇ ગોસ્વામી (રહે.ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.9, જામનગર), કાજલબેન શૈલેષગીરી ગોસ્વામી (રહે.ગોકુલનગર પાણાખાણ શેરી નં.2, જામનગર), પુજાબેન દિપકગીરી ગોસ્વામી (રહે.ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.9, જામનગર), ગૌરીબેન પ્રવિણગર ગોસ્વામી (રહે.ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.4, જામનગર), હંસાબેન લહેરગર ગોસ્વામી (રહે.ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.9, જામનગર), હર્ષાબેન મનોજભાઇ ગોસ્વામી (રહે.કનસુમરા પાટીયા પાસે મયુર એવન્યુ, જામનગર), મંગળાબેન ચંદુપરી ગોસ્વામી (રહે.કનસુમરા પાટીયા પાસે મયુર એવન્યુ, જામનગર), નયનાબેન ભીખુભાઇ રામાવત (રહે.ગોકુલનગર સરદારનગર શેરી નં.11, જામનગર), વર્ષાબેન વજેગર ગોસ્વામી (રહે.ગોકુલનગર સરદારનગર શેરી નં.2, જામનગર) નામના નવ મહિલાની રૂા.12,070 ની રોકડ સાથે અટકાયત કરી હતી.

અન્ય એક દરોડામાં સિટી સી ડિવિઝન પોલીસે જ શહેરના સરૂ સેક્શન રોડ નજીક આવેલ સરલાબેન આવાસની એ-2 વીંગના પાર્કિંગમાં જુગાર રહેલાં હિનાબા બળવીરસિંહ ગોહીલ (રહે.અંકુર ચોકડી, સુરત), ભારતીબેન ભીખુભા નાંગશ (રહે.ધરાનગર-2, રામાપીરના મંદીર પાસે, જામનગર), મીનાબા ધીરુભા ચુડાસમા (રહે.ગોકુલધામ સોસાયટી, દરેડ, જામનગર), નીલમબા નવુભા રાઠોડ (રહે.સરલાબેન ત્રીવેદી આવાસ વીંગ-બી/2, રૂમ નં.607 જામનગર), પાયલબા કનુભા ઝાલા (રહે.ધરાનગર પાસે, કુકડા કેન્દ્ર આવાસ વિંગ બી રૂમ નં.207,  જામનગર) નામની પાંચ મહિલાની રૂા.18,620 ની રોકડ સાથે અટકાયત કરી હતી.

ત્રીજા દરોડામાં સી ડિવિઝન પોલીસે શંકરટેકરી વિસ્તારમાં રામનગર શેરી નં.2માં જુગાર રમી રહેલાં ઉમેદભાઇ દયાળજીભાઇ ઝાલા (ઉ.વ.60, રહે.શંકરટેકરી, રામનગર શેરી નં.07, પ્રજાપતીની વાડી પાસે, જામનગર), પીઠાભાઇ અમાભાઇ રવશી (ઉ.વ.28, રહે.પીપરટોડા ગામ તા.લાલપુર જી.જામનગર), સતુભા પ્રવિણસિંહ ઝાલા (ઉ.વ.45, રહે.શંકરટેકરી, રામનગર શેરી નં.4, જામનગર), સંજયભાઇ ધીરુભાઇ નંદા (ઉ.વ.41, રહે.શંકરટેકરી, રામનગર શેરી નં.4, જામનગર), ભવ્યભાઇ મનસુખભાઇ ધોકીયા (ઉ.વ.18, રહે.શંકરટેકરી, રામનગર શેરી નં.2, જામનગર), ગોવિંદભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.48, રહે.શંકરટેકરી, રામનગર શેરી નં.2, જામનગર) નામના છ પત્તાપ્રેમીઓને રૂા.18,170 ની રોકડ સાથે પકડી પાડ્યા હતાં.

સી ડિવિઝન પોલીસે જ રાવલવાસમાંથી જુગાર રમી રહેલાં સેજાભાઇ જીવણભાઇ ચારણ (ઉ.વ.51, રહે.એરફોર્સ રોડ બાલાજી પાર્ક ઢીંચડા રોડ જામનગર), પુંજાભાઇ લાખાભાઇ ચારણ (ઉ.વ.27, રહે.મહાકાળી સર્કલ રાવલવાસ ભગવતીપાનની બાજુમા જામનગર), ઘનશ્યામસિંહ ધીરૂભા જાડેજા (ઉ.વ.35, રહે.દિગ્જામ વુલનમીલ ગાયત્રીનગર મેઇન રોડ ભગવતી પાન પાસે જામનગર) નામના ત્રણ પંટરોને રૂા.10,170 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

સિટી સી ડિવિઝન પોલીસે ભાગ્યોદય સોસાયટી શિવનગર શેરી નં.7માં જુગાર રમી રહેલાં મુકેશપુરી ઉમેદપુરી ગોસ્વામી (ઉ.વ.45, રહે.ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.5, જામનગર), અરવિંદભાઇ મોહનભાઇ વાઢેર (ઉ.વ.39, રહે.ગોકુલનગર શિવનગર શેરી નં.7, જામનગર), ધવલભાઇ સુભાષભાઇ ગોસાઇ (ઉ.વ.31, રહે.ગોકુલનગર મોનાઇ પાનવાળી ગલી, જામનગર), ભાવેશભાઇ રાજુભાઇ ડાભી (ઉ.વ.35, રહે.ગોકુલનગર શિવ પાન પાસે, જામનગર), વિપુલભાઇ હેમંતભાઇ દાણીધારીયા (ઉ.વ.43, રહે.ગોકુલનગર ભાગ્યોદય સોસાયટી શેરી નં.7, જામનગર), હરદિપભાઇ સુભાષભાઇ ગોસાઇ (ઉ.વ.31, રહે.ગોકુલનગર, શિવનગર શેરી નં.6, જામનગર), રાહુલપુરી ઉમેદપુરી ગોસ્વામી (ઉ.વ.34, રહે.ગોકુલનગર, શિવનગર શેરી નં.7, જામનગર) નામના સાત જુગારીઓની રૂા.70,200 ની રોકડ, રૂા.30,500 ની કિંમતના સાત ફોન મળી કુલ રૂા.1,00,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

શેઠવડાળા પોલીસે ધ્રાફા ગામે જુગાર રમી રહેલાં લખીબેન લાલજીભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), કિરણબેન કિશોરભાઇ સીતાપરા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), અનીતાબેન સાગરભાઇ કનેજા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), ભાવનાબેન વલ્લભભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), સોનલબેન લાલજીભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), સવીતાબેન ગોવાભાઇ સીતાપરા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), ચેતનાબેન શૈલેષભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), કાજલબેન રાજુભાઇ સીતાપરા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર) નામના આઠ મહિલાની રૂા.4130 ની રોકડ સાથે અટકાયત કરી હતી.

બીજા દરોડામાં શેઠવડાળા પોલીસે જ ધ્રાફા ગ્રામમાં જ અન્ય એક જગ્યાએ જુગાર રમી રહેલાં જયાબેન હકાભાઇ સીતાપરા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), જયશ્રીબેન પ્રવીણભાઇ સીતાપરા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), કાશ્મીરાબેન દિપકભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), ગ્રીષ્માબેન દિપકભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), જશુબેન હંસરાજભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), પુષ્પાબેન હંસરાજભાઇ પાટડીયા (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર), હેતલબેન વિજયભાઇ રાઠોડ (રહે.ધ્રાફા ગામ તા.જામજોધપુર જી.જામનગર) નામના સાત મહિલાને રૂા.3260 ની રોકડ સાથે પકડી પાડી હતી.

ત્રીજા દરોડામાં શેઠવડાળા પોલીસે કડબાલ ગામે જુગાર રમી રહેલાં પ્રવિણભાઇ રાજાભાઇ વિંઝુડા (ઉ.વ.24, રહે.કડબાલ ગામ તા.જામજોધપુર જી.જામનગર), હસમુખભાઇ લખમણભાઇ બરાઇ (ઉ.વ.35, રહે.કડબાલ ગામ તા.જામજોધપુર જી.જામનગર), મેપાભાઇ પબાભાઇ ઘેડ (ઉ.વ.50, રહે.કડબાલ ગામ તા.જામજોધપુર જી.જામનગર), પરબતભાઇ ધરણાતભાઇ ડાંગર (ઉ.વ.65, રહે.કડબાલ ગામ તા.જામજોધપુર જી.જામનગર), દાનાભાઇ વજશીભાઇ બરાઇ (ઉ.વ.46, રહે.કડબાલ ગામ તા.જામજોધપુર જી.જામનગર) નામના પાંચ શખ્સોને રૂા.10,250 ની રોકડ સાથે દબોચી લીધા હતાં.

જામજોધપુર પોલીસે પાટણ ગામે જુગાર રમી રહેલાં ધનાભાઇ કડવાભાઇ ઉર્ફે કવાભાઇ ઘોયલ (ઉ.વ.48, રહે.પાટણ ગામ તા.જામજોધપુર જી.જામનગર), મનસુખભાઇ ઉર્ફે ભાયાભાઇ હમીરભાઇ કુડેચા (ઉ.વ.45, રહે.પાટણ ગામ તા.જામજોધપુર જી.જામનગર), વીપુલભાઇ કારાભાઇ વાઘેલા (ઉ.વ.37, રહે.નવા સતાપર ગામ, તા.જામજોધપુર જી.જામનગર), મગનભાઇ કડવાભાઇ ઉર્ફે કવાભાઇ ઘોયલ (ઉ.વ.42, રહે. પાટણ ગામ તા-જામજોધપુર જી.જામનગર) નામના ચાર શખ્સોને રૂા.15,460 ની રોકડ સાથે પકડી પાડ્યા હતાં.

સિટી એ ડિવિઝન પોલીસે શહેરના દિ.પ્લોટ-49 વિસ્તારમાં જુગાર રમી રહેલાં દિલીપસિંહ ચંદુભા પઢીયાર (ઉ.વ.22, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), મહિપતસિંહ ચંદુભા પઢીયાર (ઉ.વ.28, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), દિપસિંહ જુવાનસિંહ રાઠોડ (ઉ.વ.54, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), કાનજીભાઇ ખજુરીયાભાઇ ખાનીયા (ઉ.વ.22, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), નયનભાઇ મોહનભાઇ ખાનીયા (ઉ.વ.25, રહે.દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), હર્ષલભાઇ નવીનભાઇ ભદ્રા (ઉ.વ.26, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), રમેશભાઇ વીઠલભાઇ (ઉ.વ.39, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), મોહનભાઇ મીઠુભાઇ ખાનીયા (ઉ.વ.57, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), કિરીટભાઇ બાબુભાઇ લખતરીયા (ઉ.વ.58, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર), મનિષભાઇ નગીનદાસ ગોંડલીયા (ઉ.વ.39, રહે દી.પ્લોટ 49 મોડપીર ડાડાના મંદિર પાસે જામનગર) નામના 10 શખ્સોને રૂા.10,470 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જામજોધપુર પોલીસે કોટડા બાવીસી ગામેથી જુગાર રમી રહેલાં કેવીનભાઇ ગોરધનભાઇ કંટારીયા (ઉ.વ.40, રહે.કોટડા બાવીસી ગામ પ્રાથમીક શાળાની સામે તા.જામજોધપુર જી.જામનગર), પરાગભાઇ અરવીંદભાઇ નગરીયા (ઉ.વ.31, રહે.કોટડા બાવીસી ગામ રામ મંદીરની સામે તા.જામજોધપુર જી.જામનગર), અજયભાઇ મુકેશભાઇ પંચાસરા (ઉ.વ.30, રહે.કોટડા બાવીસી સીમ વિસ્તાર તળાવ કાંઠે તા.જામજોધપુર જી.જામનગર), બ્રીજેશભાઇ ચીમનભાઇ દેલવાડીયા (ઉ.વ.38, રહે.કોટડા બાવીસી ગામ કણસાગરા ફળી તા.જામજોધપુર જી.જામનગર), યોગેશકુમાર જગદીશભાઇ નગરીયા (ઉ.વ.28, રહે.કોટડા બાવીસી ગામ રામ મંદીર પાસે તા.જામજોધપુર જી.જામનગર) નામના પાંચ પત્તાપ્રેમીઓને રૂા.10,500 ની રોકડ સાથે ઝડપી લઇ તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Print