|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
નવી દિલ્હી, તા, 9
વિશ્વનાં સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ (BCCI) અને વિવિધ રાજ્યોનાં ક્રિકેટ એસોસિએશનોમાં વહીવટી સુધારા લાવવા માટે સુપ્રીમ કોર્ટ છેલ્લા 12 વર્ષથી કાનૂની લડાઈઓ અને વિવાદો ઉકેલી રહી છે.
રાજ્ય ક્રિકેટ સંસ્થાઓમાં જૂથબંધી, સત્તા મેળવવાની ખેંચતાણ અને બંધારણમાં નાના-મોટા સુધારા અંગેની સતત આવતી અરજીઓથી કંટાળીને સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મોટો આદેશ આપ્યો છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે BCCI અને તેના સંલગ્ન રાજ્ય મંડળોને પૂછ્યું છે કે તેમને 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ (NSG) એક્ટ, 2025' હેઠળ કેમ ન લાવવા જોઈએ, અને આ અંગે તેમનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ક્રિકેટ વહીવટમાં મોટી પારદર્શિતા આવવાની શક્યતા છે. જો BCCI અને રાજ્ય ક્રિકેટ સંસ્થાઓ આ નવા રમત કાયદા હેઠળ આવી જશે, તો બોર્ડના કામકાજ, ચૂંટણી પ્રક્રિયા અને નાણાકીયુ બાબતોમાં વધુ સુધારા આવશે તેમજ આંતરિક જૂથબંધીના કારણે વારંવાર કોર્ટમાં પહોંચતા વિવાદો પર પણ લગામ લાગશે.