www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સવા મહિનાથી મેઘરાજાએ રુસણા લીધા બાદ ફરી ગુજરાત ભીંજાશે

સિસ્ટમ નજીક આવે છે : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં કાલથી વ્યાપક વરસાદનો રાઉન્ડ


જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : તા.17 સુધી વરસાદના સંજોગો : 50 ટકા ભાગોમાં 35થી 50 મીમી તથા બાકીમાં 50થી 75 મીમી પાણી વરસશે : ક્યાંક 6 ઇંચથી પણ વધુ વરસાદ શક્ય

સાંજ સમાચાર

રાજકોટ, તા.12
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સવા મહિનાથી મેઘરાજાના રૂસણા છે પરંતુ મોટાભાગે આવતીકાલથી વરસાદનો રાઉન્ડ શરૂ થવાની અને તા.17 સપ્ટેમ્બર સુધીમાં દોઢ થી છ ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં હવામાન પરિબળો દર્શાવતા કહ્યું કે દક્ષિણ ઓડિશા તથા ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયા કાંઠા પરનું લો-પ્રેશર આજે છત્તીસગઢ તથા આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીત હતું.

આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકેલું છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

આ સિવાય સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં જૈસલમેર-કોટા-ભોપાલ-નાગપુર-દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને, ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે. આ ટ્રફ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલો છે.

ઉત્તર રાજસ્થાનથી દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધીનો ટ્રફ, જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરેલો હતો, તે હવે મોન્સૂન ટ્રફ સાથે ભળી ગયો છે.

ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં, સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સ્થિત છે.

મીડ એટમોસ્ફિયર માં રહેલો ઉપરનો ટ્રફ,  જેની ધરી સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ છે, આશરે 70ઓઊ રેખાંશથી 30ઓગ અક્ષાંશની ઉત્તરે પસાર થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા.1ર થી 17 નવેમ્બરની આગાહીમાં તેઓએ કહ્યું કે, એકંદર સ્થિતિ લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. સિસ્ટમ હવે મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી વરસાદની શક્યતાઓમાં સુધારો થયો છે.

મોન્સૂન ટ્રફ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસ દરમિયાન તે વધુ દક્ષિણ તરફ ખસે તેવી શક્યતા છે. સ્થિતિમાં ગુજરાત રજીયનમાં 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના 50% વિસ્તારમાં 35-50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે. બાકીના 50% વિસ્તારમાં 50-75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.

કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે. આ જ રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ સૌરાષ્ટ્ર અને કચ્છના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35-50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે. બાકીના 50% વિસ્તારમાં 50-75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘ પધરામણીઃ સવારથી 39 તાલુકામાં હળવો વરસાદ
ડાંગમાં 1.70 તથા નર્મદામાં 1.50 ઇંચ
રાજકોટ, તા.12

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઇ રહ્યો હોય તેમ આજે સવારથી મુખ્યત્વે હળવો-મધ્યમ વરસાદ રહ્યો હતો. સવારે  6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન ડાંગના સુબીરમાં સૌથી વધુ 43 મીમી (1.70 ઇંચ) વરસાદ થયો હતો.

નર્મદાના સાગબારામાં 37 મીમી, તાપીના ઉકાઇમાં 24 મીમી, ડાંગમાં 20 મીમી, ઉચ્છલમાં 17 મીમી, સુરતના ઉમરપાડામાં 14 મીમી, નર્મદાના ચીકડામાં 12, સોનગઢમાં 11 મીમી વરસાદ હતો. વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરામાં હળવા ઝાપટા હતાં.

સરદાર સરોવર ડેમ 93 ટકા ભરાયો
વરસાદ ખેંચાવાની ચિંતા વચ્ચે ગુજરાત માટે રાહતરૂપ સમાચાર
નર્મદા, તા.12

ગુજરાતમાં ચોમાસું ધીમું પડતાં વરસાદ ખેંચાવાની ચિંતા વચ્ચે રાજ્યવાસીઓ માટે ખૂબ જ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમ 93 ટકાથી વધારે ભરાઇ ગયો છે.

ઓછા વરસાદની સ્થિતિમાં પણ ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય માટે નર્મદા ડેમનું આ જળસ્તર ગુજરાત માટે ખૂબ જ મોટું રાહતકારક પરિબળ સાબિત થશે. ડેમમાં પાણીનો જળસંગ્રહ 90 ટકાને પાર કરીને 93 ટકા સુધી ભરાઈ ગયો છે. જેના લીધે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું ઓછું પ્રમાણ હોય ત્યાં પીવાના પાણીની ચિંતા કરવાની જરૂરિયાત નહીં રહે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીની વાત કરીએ તો, ડેમની જળસપાટી 136.64 મીટર સુધી પહોંચી ગઈ છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 137.68 મીટર છે. એટલે કે, ડેમની સપાટીથી હવે માત્ર 2.04 મીટર જેટલો ભરાવાથી દૂર છે.

ડેમમાં હાલ કુલ 8819.40 ખઈખ જેટલો જળનો જથ્થો સંગ્રહિત છે. હાલ ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 93.23 ટકા જેટલો ડેમ ભરાઇ ગયો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી કુલ 68.716 ક્યુસેક જળની આવક નોંધાઈ રહી છે. 

Print