|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
શુક્ર ગ્રહ બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 01.51 વાગ્યે પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરી ચૂક્યાં છે. તુલા રાશિમાં શુક્ર 03 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 12.45 વાગ્યે વક્રી થશે અને 06 નવેમ્બર, 2026ના રોજ બપોરે 12.45 વાગ્યે વક્રી અવસ્થામાં જ ક્નયા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના તુલા રાશિમાં ગોચર દરમિયાન તમામ 12 રાશિઓ પર પડનારી અસરોઃ
મેષ : મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા. નવા સંબંધો અને સંપર્કો બનશે. નવી ખરીદી. મિત્ર, જીવનસાથી અને ભાગીદારનો પૂર્ણ સહયોગ.
વૃષભ : મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા. નવી જવાબદારીઓ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો. સંશોધન સાથે જોડાયેલા કાર્યોમાં લાભ.
મિથુન : મિત્રતા અને પ્રેમ સંબંધોમાં પ્રગતિ. પૂર્વાનુમાન (અંદાજ) સંબંધિત બાબતોમાં સફળતા. અટકેલા કાર્યો પૂર્ણ થશે. સંતાન પક્ષની પ્રગતિ.
કર્ક : જંગમ-સ્થાવર (ચલ-અચલ) મિલકતની ખરીદી. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી. ઘરમાં સમારકામ (રિપેરિંગ) કે નિર્માણ કાર્ય પર ખર્ચ.
સિંહ : રહેઠાણ કે કાર્યસ્થળમાં પરિવર્તન. અટકેલા કામ બનશે. સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા. જૂની સમસ્યાઓમાંથી રાહત.
ક્નયા : પરિવારમાં ઉત્સવનો માહોલ. આર્થિક બાબતોમાં સફળતા. મૂડી રોકાણ. આવકનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે.
તુલા : કાર્યક્ષેત્રમાં નવી તકો. આવકમાં વધારો. નવા સંપર્ક અને સંબંધો બનશે. નવા કામમાં મૂડી રોકાણ શક્ય છે.
વૃશ્ચિક : સ્વાસ્થ્ય અને કઈંક નવી ખરીદી પર ખર્ચ વધશે. લેવડ-દેવડની સંભાવના. સંબંધોમાં મતભેદ.
ધન : પ્રગતિ અને ઉન્નતિ. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા. લાભ અને બચતની તકો. સ્વાસ્થ્યમાં સુધારો. અટકેલા કામ પૂર્ણ થશે.
મકર : અચાનક લાભ. પ્રગતિ અને સારી સફળતા. કાર્યશૈલીમાં બદલાવથી પ્રશંસા થશે. બગડેલા સંબંધો સુધરશે.
કુંભ : આવકની નવી તકો. કામ અર્થે નાની-મોટી લાભદાયી યાત્રાઓ. નવું કાર્ય પ્રારંભ થશે. ભાગ્યનો સાથ મળશે. નવા સંબંધો બનશે. થોડી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહેશે.
મીન : સ્વાસ્થ્યમાં સુધારો. ખર્ચમાં વધારો. નવી ખરીદી. ગુપ્ત લાભ. કાર્યભાર (જવાબદારી) વધશે.