|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.14
ગોંડલ નાં આશાપુરા ડેમ માં નહાવા પડેલા કૌટુંબિક કાકા-ભત્રીજા નું ઉંડા પાણી માં ડુબી જવાથી મોત નિપજ્યાં હતાં.બનાવ ની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી આવી ડેમ નાં પાણી માંથી કાકા ભત્રીજા નાં મૃતદેહ ને બહાર કાઢ્યા હતાં. બનાવ નાં પગલે શ્રમિક પરિવાર માં રોકકળ મચી જતા શોકમગ્ન વાતાવરણ બન્યુ હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મુળ દાહોદનાં કંબોઇ ગામ નો રહેવાસી શ્રમિક પરિવાર હાલ ગોંડલ આશાપુરા ગાર્ડન માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નાં ચણતર ની કામગીરી માં મજુરીકામ કરી ગાર્ડન માં જ રહેછે.
સાંજે સાત નાં સુમારે પરીવાર પૈકીનાં રામુભાઇ મગનભાઈ લીંબા ઉ.19 તથા તેનો કૌટુંબિક ભત્રીજો અવિનાશ ઉ.7 ને ગાર્ડન ને અડી ને આવેલા આશાપુરા ડેમ માં નહાવા પડ્યા હતાં.
કાકો ભત્રીજો બન્ને પાણી માં મસ્તી કરી નહાવા ની મજા લઇ રહ્યા હતાં.દરમિયાન અવિનાશ પાણી માં થોડો આગળ જતા ત્યાં પાણી ઉંડુ હોય ડુબવા લાગ્યો હતો.
ભત્રીજા ને ડુબતો જોઇ રામુભાઇ તેને બચાવવા જતા તે પણ ડુબવા લાગ્યા હતા. અને પલભર માં ભત્રીજા ની પાછળ પાણી માં ગરકાવ થઇ ગયા હતાં.
બનાવ અંગે પરિવારજનો ને જાણ થતા દેકારો કરી મુક્યો હતો.
કોઈ એ ફાયરબ્રિગેડ ને જાણ કરતા દોડી આવેલા તરવૈયાઓ ડેમ માં જંપલાવી પ્રથમ અવિનાશ નાં મૃતદેહ ને બહાર કાઢ્યો હતો.બાદ માં ભારે જહેમત બાદ રામુભાઇ નો મૃતદેહ હાથ લાગતા બન્ને મૃતદેહ ને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતાં.બનાવ ની જાણ થતા બી’ડીવીઝન પીઆઇ જી.એસ.ગઢવી,મામલતદાર સહિત સ્ટાફ આશાપુરા ડેમ દોડી આવ્યો હતો.
બનાવ ની કરુણતા એ હતી કે રામુભાઇ નાં લગ્ન હજુ ત્રણ મહીના પહેલાં થયા હતાં.તેના માતા પિતા સહિત નો પરીવાર વતન રહેછે.તે પરીવાર માં એકનાએક પુત્ર હતા.
જ્યારે અવિનાશ નાં પિતા અનિલભાઈ પરીવાર સાથે આશાપુરા ગાર્ડન માં રહેછે.તેમને સંતાન માં અવિનાશ ઉપરાંત એક પુત્ર અને બે પુત્રીઓ છે.
દાહોદ નાં કંબોઇ ગામનો આ શ્રમિક પરિવાર છેલ્લા કેટલાક સમય થી આશાપુરા ગાર્ડન માં ઝુપડા બનાવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માં મજુરીકામ કરી પેટીયુ રળેછે.
બનાવ અંગે બી’ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.