www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે બે ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે


સાંજ સમાચાર

 (જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 14
મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી બ્રેઝા ગાડીને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 315 બોટલો મળી આવી હોય 75,485 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 8,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 8,75,485 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂનો માલ ગાડીમાં ભરી આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય કુલ ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને ત્રીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી રાત્રિના સમયે બ્રેઝા ગાડી નંબર જીજે 36 બીબી 5656 પસાર થઈ રહી હતી જે ગાડીને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની મોટી 90 તથા નાની 225 બોટલ મળી આવી હતી જેથી 75,485 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 8 લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને 8,75,485 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અને આરોપી પ્રતાપ ભરતભાઈ કેરવાડીયા (20) અને રોહિત સવઘણભાઈ ઇન્દરિયા (23) રહે. બંને પાણીના ટાંકા પાસે રાતાભે તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગાડીમાં દારૂનો જથ્થો શક્તિ રાજપુત રહે. માથક તાલુકો હળવદ વાળાએ ભરી આપેલ હોય આ ત્રણેય શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છ.ે

ગુમ પરત
મૂળ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના ભોગનીપુર તાલુકામાં આવેલ ગુધાકા પુરવા નામના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને હાલ મોરબી તાલુકાના અદેપર ગામે રાજલ પેપરમીલ ખાતે રહી મજૂરી કામ કરતા રાહુલ માનસિંગ નાયક દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમના પત્ની નીતાબેન રાહુલભાઈ નાયક (22) ગત તા.21-7 ના ગુમ થઈ ગયેલ છે.જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી.તે દરમિયાનમાં મોરબી નજીકના ઢુવા ગામ પાસેથી ગુમ થયેલા નીતાબેન રાહુલભાઈ નાયક નામના મહિલા મળી આવ્યા હતા.જે અંગે પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માત
મોરબી જિલ્લાના માળીયા મિંયાણાના રહેવાસી અબ્દુલભાઈ ગફારભાઈ સંધવાણી (50), ઝુબેદાબેન અબ્દુલભાઈ સંધવાણી (45) અને બેનર્જી સલીમભાઈ સાપરા (26) નામના ત્રણ લોકોને કચ્છ ખાતે રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માત બનાવમાં ઇજા થઈ હોય કચ્છ ખાતેથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા પાયલબેન વિક્રમભાઈ બાંભવા નામના 28 વર્ષીય મહિલા ગામમાં મારામારીના બનાવમાં ઇજા પામ્યા હતા જેથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ ટંકારાના હરબટીયાળી ગામે ગામમાં સાપ કરડી જવાથી વસંતભાઈ પાલિયાભાઈ બિલવાલ નામના 26 વર્ષના યુવાનને અહીં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 

Print