|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
વોશિંગ્ટનઃ ઈરાનને અણુશોના નિર્માણથી દુર રાખવા માટે આદેશ પર હુમલો કર્યાની જાહેરાત કરનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની વ્યાપારી-ચાલની કબુલાત કરતા કહ્યું કે ઈરાન સામેના યુદ્ધનો અંત લાવ્યા બાદ પણ અમેરિકા હોર્મુઝ જળમાર્ગ સહિતના ઈરાની તેલ ક્ષેત્રોમાં તેની હાજરી જાળવી રાખશે.
વેનેઝુએલા સ્ટાઈલથી ઈરાનના તેલ ક્ષેત્ર પર અંકુશ રાખીને તેમાંથી કમાણી કરશે. ટ્રમ્પે ફરી કહ્યું કે અમેરિકામાં જે મધ્યસત્ર ચુંટણી ચાલી રહી છે તે પુરી થયા બાદ ઈરાન સાથેના યુદ્ધનો અંત આવી શકે છે. (આ ચુંટણી નવેમ્બરમાં થનારી છે) પણ અમેરિકા ફકત એ શરતોજ સ્વીકારશે જે તેની માંગ મુજબની હશે.
તેઓએ દાવો કર્યો કે, યુદ્ધ પુરુ થતા જ ક્રુડતેલ પેટ્રોલની કિંમત પહાડની જેમ તૂટી પડશે. ટ્રમ્પના આ વિધાનથી એ નિશ્ચિત થાય છે કે ટ્રમ્પની નજર ઈરાનના વિશાળ તેલ ભંડારો માટે જે રીતે વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એક ખૂબજ ચપળતાભર્યા ઓપરેશનમાં ઝડપી અમેરિકા લઈ અવાયા અને જેલમાં નાખી વેનેઝુએલામાં અમેરિકી સમર્થીત સરકાર તથા તેના પુરા તેલ ક્ષેત્ર પર કબ્જો કરી લીધો છે.
તે સ્થિતિ તેઓ ઈરાનમાં કરવા માંગે છે. આમ તે ગલ્ફમાં ફરી સૈન્ય હીતો જ નહી પણ વ્યાપારી હીતો માટે પણ આગળ વધી રહ્યા છે. જો કે ઈરાન જે હાલ અમેરિકાનો આક્રમક બની મુકાબલો કરી રહ્યું છે તેથી ટ્રમ્પ માટે તે વેનેઝુએલા જેવું સરળ નહી હોય તે નિશ્ચિત છે.