www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટ્રમ્પે ફરી ભારત - પાક યુદ્ધમાં 11 વિમાનો તોડી પડાયાનો દાવો કર્યો


મે અણુયુદ્ધ અટકાવ્યું : બડાશ

સાંજ સમાચાર

વોશિંગ્ટનઃ ઓપરેશન સિંદુરમાં મે યુદ્ધ વિરામ કરાવ્યું નહીતર ભારત-પાક વચ્ચે અણુયુદ્ધ ફાટી નિકળ્યુ હોય તથા 11 વિમાનો તોડી પાડયા હતા તેવા દાવા ભુલી ગયા બાદ ફરી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યાદ આવ્યા છે.

તુર્કીથી પરત ફરતા સમયે એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓને નોબેલ પારિતોષિક નથી મળ્યું તેનો પણ અફસોસ દર્શાવ્યો હતો તથા દાવો કર્યો કે મે 8 જેટલા યુદ્ધ અટકાવ્યા છે. 

ટ્રમ્પે દાવો કર્યો કે તેણષ ભારત-પાકને અણુયુદ્ધે ચડતા અટકાવ્યા. જો કે તેઓએ આ યુદ્ધમાં પોતે અગાઉ 5-6 વિમાનો તોડી પાડયા હતા તેવા જે દાવા કર્યા તેમાં 11 વિમાનો તોડી પડયા હતા તેવો નવો દાવો કર્યો છે.

જો કે કોણે કોના કેટલા વિમાનો તોડી પાડયા તેનો કોઈ ફ્રોડ પાડયો હતો તથા અણુયુદ્ધ અટકાવી 3થી5 કરોડ લોકોને બચાવવામાં પાક વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ યશ આપ્યો હતો.

 

Print