www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂપીયાની ઉઘરાણીમાં લોઘીકાના ગેરેજ સંચાલક પર ત્રિપુટીનો હિંચકારો હુમલો


પોરબંદરવાળું બોરવેલના પેમેન્ટની જવાબદારી તારી છે કહી ત્રણ શખ્સો તૂટી પડ્યા, ખૂનની ધમકીઃ ગુનો નોંધાયો

સાંજ સમાચાર

રાજકોટ. તા.14
લોધીકાના ગેરેજ સંચાલક પર રૂપીયાની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. પોરબંદરવાળું બોરવેલના પેમેન્ટની જવાબદારી તારી છે, જો પૈસા નહિ આવે તો તારે પેમેન્ટ આપવું પડશે કહી ત્રિપુટીએ પ્રૌઢને માર મારી ખૂનની ધમકી આપી હતી. મામલામાં લોધિકા પોલીસે ગુનો નોંધ્યો હતો. 

બનાવ અંગે લોધીકામાં મોગલમાંના મંદિર નજીક રહેતા 45 વર્ષીય ગેરેજ સંચાલક સમીરભાઈ ધીરુભાઈ હરીયાણીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રહીમ મુસા દોઢીયા (રહે.નિકાવા, કાલાવડ), અજિત ઇબ્રાહિમ દોઢીયા (રહે.પીપર, કાલાવડ) અને રમઝાન અજિત દોઢીયા (રહે.લોધિકા)નું નામ આપી જણાવ્યું હતું કે, તે લોધીકામાં રાધે પેટ્રોલીયમની સામે જય અંબે નામે  ફોરવ્હીલનુ ગેરેજ ધરાવી વેપાર કરે છે.

ગઈ તા.12 ના તેઓ ગેરેજે હતાં ત્યારે સાંજના  ગેરેજ પાસે રહીમ દોઢીયા, અજીત દોઢીયા અને રમઝાન દોઢીયા આવેલ હતા. રહીમએ કહેલ કે, પોરબંદરવાળુ બોરવેલના પેમેન્ટની જવાબદારી તમારી છે, જો આ પેમેન્ટ રોકાશે તો મજા નહીં આવે, આ પેમેંટ તમારે આપવુ પડશે તેમ કહ્યું હતું.

જેથી રહીમને કહેલ કે, આ પેમેંટની જવાબદારી મારી ના હોય તેમ કહેતા રહીમ એકદમ ઉશ્કેરાય જઈ ગાળો આપી ઝપાઝપી કરવા લાગેલ હતો. બાદ અજિત અને રમઝાન પણ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. 

દરમિયાન રહીમે ત્યા નજીકમા પડેલ ધોકો લઈ  કહેલ કે, જો તુ હવે કાઈ બોલીશ તો તને જાનથી મારી નાખીશ. બાદ મીત્ર જાહીદભાઈ ગુંગાએ વચ્ચે પડી વધુ મારમાથી છોડાવેલ હતો. બાદ ગેરેજમા કામ કરતા રાજ વામજાએ 112 જનરક્ષકમાં ફોન કરતા પોલીસ આવી ગયેલ હતી. જેથી પ્રૌઢએ લોધિકા પોલીસ મથકે ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Print