|
SANJ SAMACHAR | Date: 22-08-2026 Saturday | Rajkot |
|
|
કાલે શ્રાવણ સુદ અગીયારસને રવિવાર 23ના પુત્રદા એકાદશી છે. પુત્રદા એકાદશાનાં દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી સૌ પ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું. ત્યારબાદ બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને વિષ્ણુ ભગવાનની છબી રાખી અને તેનું પૂજન કરવું, ત્યારબાદ ઘરે અથવા શિવ મંદિરે જઈ અને મહાદેવજીને જળ ચડાવવું ત્યારબાદ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરવી જે લોકોના સંતાન મોટા છે.
તેની સાથે ભડતું નો હોઈ એટલે કે મેળ ન હોય તો સંતાન સાથે સારો મેળ રહે તેવી પ્રાર્થના પણ કરી શકાય છે એ ઉપરાંત પોતાના સંતાનનોની પ્રગતિ અને ભાગ્યોદયની પણ પ્રાર્થના કરી શકાય છે આમ પ્રાર્થના કર્યા પછી ભગવાન ને ચોખા ચડાવવા. ભગવાનને નૈવેધમાં સાકર ધરાવી આરતી કરી પ્રાર્થના કરવી.
એકાદશીની કથાનો બોધ
કથાનો બોધ : કરેલા કર્મોનુંફળ સારૂ અથવા નરશુભોગવવું જ પડે છે. તમે અથવા તમારા સંતાનોને આ ફળ ભોગવવું જ પડે છે એ સત્ય વાત છે.