www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વ : ગીતામાં આપેલા પાંચ નિયમો જીવન બદલી નાંખે છે


શ્રીકૃષ્ણ ભગવાનનો આઠ અંક સાથેનો સંબંધ : ભગવાન શ્રીકૃષ્ણની પૂજન વિધિ

સાંજ સમાચાર

શ્રાવણ વદ આઠમને શુક્રવાર તા. 04/09ના દિવસે જન્માષ્ટમી છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 11 કલાક સુધી રોહિણી નક્ષત્ર ઉત્તમ છે જન્મ સમયે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિમાં વૃષભ રાશીમાં છે. ભારતના બધા જ પ્રમુખ કૃષ્ણ મંદિરમા તા. 4 સપ્ટેમ્બર ના દિવસે જ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે.
વર્ષમા ચાર મહારાત્રી આવે છે. (1)કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત (2)મહારાત્રી એટલે મહાશિવરાત્રી (3) મોહરાત્રી એટલે જન્માષ્ટમી ની રાત્રી (4) દારૂણરાત્રી એટલે હોળીની રાત્રી.

આ ચાર મહારાત્રી દરમ્યાન કરેલ પૂજા પાઠ અનુષ્ટાન તુરંત ફળદાઈ બને છે. પુરાણ પ્રમાણે આમ પુરાણ પ્રમાણે પણ જન્માષ્ટમીની રાત્રી નું મહત્વ વધારે રહેલું છે.
જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલા 5 અમર નિયમો, જે જીવન બદલી નાખે છે.

1 કર્મ કરો, ફળ ની ચિંતા ન કરો
 કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન

તમારું કામ માત્ર કર્મ કરવાનું છે, પરિણામ મારા હાથ માં છે. ફળ ની ચિંતા કરશો તો દુ:ખી થશો, કર્મ પર ધ્યાન આપશો તો સફળ થશો.

2. સુખ-દુ:ખ માં સમાન રહો
 સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ
નફો-નુકસાન, જીત-હાર, માન-અપમાન માં જે માણસ એક સરખો રહે છે, તે જ સાચો યોગી છે. આને જ સમત્વ કહે છે.

3. આત્મા ક્યારેય મરતો નથી
ન જાયતે મ્રિયતે વા કદાચિન

શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે. એટલે કોઈ ના જવા થી ડરો નહીં, મૃત્યુ એ ફક્ત વસ્ત્ર બદલવા જેવું છે. આ વિચાર બધો ભય કાઢી નાખે છે.

4. પોતાના ધર્મ એટલે કે સત્ય ને વળગી રહો
સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ:

બીજા નું જોઈને તેના જેવું બનવા કરતા, પોતાના કામ ને 100% પ્રામાણિકતા થી કરવું એ જ મોટો ધર્મ છે. તમારો ધર્મ જ તમારી પૂજા છે. એટલે કે હંમેશા સત્ય અને વળગી રહો. અંતે તમારો જ વિજય થશે તમારું જ ભલું થશે

5. બધું મને અર્પણ કરી દો
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ

બધી ચિંતા છોડીને મારા શરણે આવ. હું તને બધા પાપો માંથી મુક્ત કરીશ. જ્યારે તમે અહંકાર છોડીને સમર્પણ કરો છો, ત્યારે જ સાચી શાંતિ મળે છે.
જન્માષ્ટમી એ ફક્ત મટકી ફોડવા નો તહેવાર નથી, આ 5 નિયમોને જીવનમાં ઉતારવાનો દિવસ છે.

શ્રીકૃષ્ણ ભગવાનનો આઠ અંક સાથેનો સંબંધ આઠ અંક શની ગ્રહનો છે
શ્રી કૃષ્ણ ભગવાનનો આઠ અંકનો સંબંધ બહુ જ મહત્વનો ગણવામાં આવે છે (1) શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર હતા તે ઉપરાંત જોઈએ તો (2) શ્રીકૃષ્ણ ભગવાન વાસુદેવના આઠમી સંતાન હતા (3) શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રીના આઠમાં મુહૂર્ત મા થયેલો હતો (4)શ્રીકૃષ્ણ ભગવાનને આઠ પટરાણી હતા (5) શ્રીકૃષ્ણ ભગવાને જે ગીતામાં ઉપદેશ આપેલો છે તેમાં આઠમાં અધ્યાયનો આઠમો શ્લોક શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ માનવામાં આવે છે (6)શ્રી કૃષ્ણ ભગવાનનો આયુષ્ય 125 વર્ષ નુ માનવામાં આવે છે આનો સરવાળો કરી તો આઠ થાય (7) શ્રી કૃષ્ણ ભગવાનના જે જેલમાં જન્મ થયો હતો કહેવાય છે કે તેને આઠ દરવાજા હતા (8) શ્રી કૃષ્ણ ભગવાનને 16100 પટરાણી હતા 1+6+1+0+0આનો સરવાળો કરી તો પણ આઠ આવે જ્યોતિષમાં આઠ અંકને શનિ ગ્રહનો અંક માનવામાં આવે છે અને શનિ ગ્રહ ન્યાય નો કારક છે શ્રીકૃષ્ણ ભગવાન પણ ન્યાયપ્રિય હતા. જો આપની જન્મકુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય શની પીડા હોય પનોતી પીડા હોય તો જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ભક્તિ કરવી જોઈએ.

શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન

જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી દિવો કરી તેના ઉપર બાળ ગોપાલ અથવા શ્રી કૃષ્ણ ભગવાનની છબી પધરાવી.આગળ એક પાત્રમા ભગવાનને રાખી અને જળ પંચામૃત સાકરવાળા દૂધથી અભિષેક કરવો ત્યાર બાદ ભગવાનને બાજોઠ ઉપર રાખી વસ્ત્ર મુકુટ પહેરાવી અને ચંદન ચોખા કરી ફુલ અર્પણ કરી અબીલ-ગુલાલ ચડાવવા ધુપ નૈવૈદ્યમા મીઠાઈ માખણ ધરાવું અથવા દહીં ધરાવી શકાય આરતી કરવી પગે લાગવુ આમ ઘરના સભ્યો ભેગા મળી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાથી ઘરમાં શાંતી મળે છે અને સંપ રહે છે.

તે ઉપરાંત જન્માષ્ટમીની રાત્રે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જપ કરવાથી માનસિક શાંતિ મળે છે. 1 અથવા 11 માળા કરવી. જે લોકોને જીવનમા કામ કર્યા છતા પણ યશના મળતો હોય તો જન્માષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાનની છબી સામે દીવો અથવા અગરબતી કરી અને ઓમ કલીમ ક્રિષ્ણાય નમ: મંત્રની 11 માળા કરવી લાભ મળશે યશ મળશે. જન્માષ્ટમીના દિવસે એકટાણું અથવા ઉપવાસ જરૂર કરવો.

Print