www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જૂનાગઢનાં મહિલા બેંક કર્મીના બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂા.3.86 લાખની મતાની ચોરી


જૂનાગઢ ખાધોળ રોડ ઇલે. ગોડાઉનમાં આગ લાગી : મોટુ નુકશાન

સાંજ સમાચાર

જુનાગઢ, તા.14
જુનાગઢના મહિલા બેંક કર્મીના બંધમકાનમાં રેકી કરી ત્રણ શખ્સો એમ રૂપિયા 3.86 લાખની ચોરીની ફરિયાદ સી ડિવિઝન પોલીસમાં દાખલ થઇ છે. જુનાગઢ સી ડિવિઝન નીચેના મધુરમ કામનાથ નગરમાં દીકરી સાથે રહેતા જમીન વિકાસ બેંકમાં ક્લાર્ક ભારતીબેન કશ્યપભાઈ ભટ્ટ પોતાના મકાને તાળું મારી દીકરીને ટ્યુશનમાં મૂકી નોકરી પર ગયા હતા ત્યારે સાંજે ઘરે પરત ફરિયા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાંલટકતું હતું,

ઘરમાં તપાસ કરતા જોવા મળ્યું હતું ગલા નું તાળું પણ તૂટેલું જોવા મળતા તેમાં રોકડ રાખેલ રૂપિયા 6000 ઉપરાંત કબાટ ની તિજોરી માંથી સોનાનું મંગલસૂત્ર, સોનાનો ચેન કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 18000 તથા 2 જુના મોબાઇલ મળી કુલ રૂપિયા 3.86 500 ની મતદાનની કોઈ ચોરી કરી લઈ ગયા નહિ ફરિયાદ નોંધાય છે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે ધોળા દિવસે બેનેલી આ ઘટનામાં પોલીસે 15 જેટલા સીસીટીવી કેમેરા ના ફૂટેજો જોયા છે જેમાં ચોરી કરવા આવનાર ત્રણ શખ્સો જોવા મળી રહ્યા છે અને તસ્કરો જેતપુર ગોંડલ વિસ્તારના હોવાનું પણ સામે આવ્યા નું પીઆઈ પીઝા એ અનુમાન લગાવ્યું છે.        

ગોડાઉનમાં આગ 
રવિવારના દિવસે જૂનાગઢના ખામધ્રોલ રોડ પર કિરણ એસ્ટેટમાં આવેલા પુનમ ઇલેક્ટ્રિક ગોડાઉનમાં આગ લાગી હતી જેની ફાયર ની જાણ કરાતા તેની ટીમે 12500 લીટર પાણીનો માળો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી નુકસાની નો અંદાજ મળવા પામ્યો નથી.

ચોરીનો ભેદ ઉકેલાયો 
જુનાગઢ મધુરમ વિસ્તારના શીતલ નગર પાસેના મહાદેવ મંદિર પાસે ચોરીનો રીઢો ગુનેગાર વિક્રમ ઉર્ફે ઈટલી મનુ રામભાઈ મક્કા આટા ફેરા કરતો હોય તેને ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ કૃણાલ પટેલ, સબ ઇન્સ્પેક્ટર ડી કે પટેલ, ડીપી ભાટી અને સ્ટાફે ઘટના સ્થળેથી આરોપીને દબોચી લઈ તેમની આગવી ડબે પૂછપરછ કરતા શરૂઆતમાં આનાકાની કરી હતી.

તેમની પાસેથી મળી આવેલા મોબાઈલના કોઈ સંતોષકારક જવાબો આપી ન શકતા અંતે તેમણે એક નહીં પરંતુ આઠ મોબાઇલ કાઢી આપ્યા હતા રૂપિયા 80,000 ના મોબાઈલ જપ્ત કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આરોપી વિક્રમ ઉર્ફે ઈટલી મનુ મક્કા ઉમર 38 રહેવાસી કેશોદના મેસવાણ ગામનું હોવાનું ખુલવા પામ્યું હતું.

Print