www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે મહાનગર પાલિકા સંચાલિત પુસ્તકાલયની છત તૂટી પડી


છત પર સળીયા દેખાવા લાગ્યા પુસ્તકાલયમાં આવતા વાચકોના જીવ જોખમમાં મુકાયા

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.14
હાલના તબક્કામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવા પુસ્તકાલયનું નિર્માણ કામ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વાંચક વર્ગને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે ફાયર સ્ટેશનના ઉપરના માળે બિલ્ડીંગ નું રીનોવેશન કરી અને આ બિલ્ડિંગમાં પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ પુસ્તકાલયમાં નોકરીની તૈયારી કરતા યુવકો યુવતીઓ અને અલગ અલગ ન્યુઝ પેપર મેગેઝીન વાંચવા આવતા વૃદ્ધોનો ઘસારો રહેતો હોય છે.

ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના મુખ્ય પુસ્તકાલયનું છત તૂટી પડવા પામી છે અને છત તૂટી પડતા જાનહાની નથી થઈ પરંતુ ત્યાં પડેલી વસ્તુને નુકસાન થવા પામ્યું છે રાત્રિ દરમિયાનના ઘટના બની હોવાના કારણે લાઇબ્રેરીમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હતું જેને લઈને કોઈ જાનહાની નથી સર્જાઈ પરંતુ જે સમયે લાઇબ્રેરી ની જગ્યા ફાળવવાની હતી ત્યારે કેરી બજાર પાસે આવેલી શાળામાં લાઈબ્રેરી ફેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ કમિશનર દ્વારા આ માંગ સ્વીકારવામાં આવી ન હતી અને આવા જર્જરિત બિલ્ડીંગમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે.

ત્યારે હાલના તબક્કામાં પણ છતની ઉપરના ભાગે સળિયા દેખાવા લાગ્યા છે અને ગમે ત્યારે ધાબુ પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભય અને ડરના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ વાંચન કરવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે કોઈના જીવ જાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે અને જર્જરિત થઈ ગયેલો ભાગ ઉતારી લેવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.

Print