www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાત પોલીસ ભરતી અંગે સરકારે હાઈકોર્ટમાં એફીડેવિટ રજૂ કર્યું


11 હજારથી વધુ કોન્સ્ટેબલોની ભરતીની પ્રક્રિયા અંતિમ તબકકામાં હોવાનું જણાવ્યું

સાંજ સમાચાર

અમદાવાદ, તા.12
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓને ઝડપથી ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે હાઇકોર્ટને ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે કે, પોલીસ દળમાં પ્રમોશનલ અને ડાયરેક્ટ ભરતી એમ બંને લેવલ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. હાલ કોન્સ્ટેબ્યુલરી સંવર્ગની 11 હજારથી વધુ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

હાઇકોર્ટમાં રજૂ કરેલાયેલી વિગત અનુસાર, પેપર 1 (MCQ)ની પરીક્ષામાં સફળતા મેળવેલા 10,930 ઉમેદવારોના પેપર 2 (વર્ણનાત્મક) ઉતરવહીઓને ચકાસણની પ્રક્રિયા ચાલી રહી છે.

પેપર ચકાસણીની કામગીરી પૂરી થયા બાદ તુરંત પરિણામ જાહેર કરાશે. સફળ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી પ્રકિયા હાથ ધરવામાં આવશે, તેમજ પોલીસ વિભાગમાં અત્યાર સુધીમાં 697 જેટલી જગ્યાઓ પ્રમોશન દ્વારા ભરી દેવાઇ છે.

એફિડેવિટમાં ઉલ્લેખ પ્રમાણે, ગુજરાત પોલીસ વિભાગમાં વધુ 3 હજાર ઉમેદવારોની ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને માગણી પત્ર મોકલી દેવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા ઓક્ટોબર 2026માં યોજાશે તેવું જણાવવામાં આવ્યુ છે.

ગુજરાત હાઈકોર્ટે પોતાની સુનાવણી દરમિયાન મહત્વની ટીપ્પણી કરી હતી કે, પોલીસ દળમાં માત્ર જગ્યાઓ પૂરવી જ પૂરતી નથી. પરંતુ રાજયમાં વસતા નાગરિકોના પ્રમાણાં પોલીસ બળ વધારવું ખૂબ જ જરૂરી છે. દર 1 હજાર લોકો સામે પર્યાપ્ત પોલીસ કર્મચારીઓ હોવા આવશ્યક છે.

Print