|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
અમદાવાદ તા.12
નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડીયા લી.એ તેના પ્રારંભીક જાહેર ભરણુ (આઈપીઓ) માટે રૂા.1ની વેલ્યુ ધરાવતા દરેક ઈકવીટી શેર દીઠ રૂા.1785ની પ્રાઈસ બેન્ડ નકકી કરી છે. કંપનીનો પ્રારંભીક જાહેર ભરણુ (આઈપીઓ અથવા ઓફર) સબ્સ્ક્રિપ્શન માટે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે અને 21 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યુનતમ 8 ઈકવીટી શેર માટે અને ત્યારબાદ 8 ઈકવીટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે. હાલમાં રૂા.1ની મૂળ કિંમત ધરાવતા 2,475,000,000 ઈકિવટી શેર અસ્તિત્વમાં છે.
રૂા.1ની ફેસ વેલ્યુ ધરાવતો આ આઈપીઓ એ કોર્પોરેટ વેચાણકર્તા શેરધારકો દ્વારા 126,436,650 સુધીના ઈકવીટી શેરના વેચાણની ઓફર (ઓફર ફોર સેલ) છે. આ શેરધારકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ, અરાન્ડા ઈન્વેસ્ટમેન્ટસ (મોરશિયસ) પ્રા.લી. એમએસ સ્ટ્રેટેજિક (મોરેશિયસ) લી. ધ ન્યુ ઈન્ડીયા એુશ્યોરન્સ કંપની લી., એસબીઆઈ કેપીટલ માર્કેટ્સ લીમીટેડ (એસએસ) બેંક ઓફ બરોડા, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લીમીટેડ, જનરલ ઈુસ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લીમીટેડ અને યુનાઈટેડ ઈુસ્યોરન્સ કંપની લી.નો સમાવેશ થાય છે.
આ ઈશ્યુ એસઈપીબીઆઈ આઈસીડીઆર નિયમોને અનુરૂપ બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા લાવવામાં આવી રહ્યો છે. જેમાં કવોલીફાઈડ ઈન્સ્ટીટયુશનલ બાયર્સ (કયુઆઈબીએક) માટે મહતમ 50% નોન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ માટે ઓછામાં ઓછા 15% અને રીટેલ ઈન્ડીવિજયુઅલ ઈન્વેસ્ટર્સ માટે ઓછામાં ઓછા 35% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.
નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડીયા (એનએસઈ)એ 1994માં તેની કામગીરી શરૂ કરી હતી અને તે ભારતનું પ્રથમ એકસચેન્જ હતું. જેણે ઈલેકટ્રોનીક અથવા સ્ક્રીન આધારીત ટ્રડીંગનો અમલ કર્યો હતો. એનએસઈ પાસે સંપૂર્ણ રીતે સંકલીત બીઝનેસ મોડલ છે. જેમાં એકસચેન્જ લીસ્ટીંગ, ટ્રેડીંગ સેવાઓ, કલીયરીંગ અને સેટલમેન્ટ સેવાઓ, સૂચકાંકો અને માર્કેટ ડેટા ફીડસનો સમાવેશ થાય છે.
એનએસઈ ટ્રેડીંગ અને કલીયરીંગ સભ્યો તેમજ લીસ્ટેડ કંપનીઓ દ્વારા એસઈબીઆઈ અને એક્ષચેંજના નિયમો નિયમોનોના પાલન પર પણ દેખરેખ રાખે છે. એનએસઈ ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર છે અને નવીનતાની સંસ્કૃતિ તથા ટેકનોલોજીમાં રોકાણ દ્વારા તેની સિસ્ટમ્સની વિશ્ર્વસનીયતા અને કાર્યક્ષમતા સુનિશ્ર્ચિત કરે છષ. ફયુઅર્સ ઈન્ડસ્ટ્રી એસો. (એફઆઈએ) દ્વારા જાળવવામાં આવેલા આંકડા મુજબ કેલેન્ડર વર્ષ 2025 માટે ટ્રેડીંગ વોલ્યુમ (કોન્ટ્રાકટસ)ની દ્દષ્ટિએ એનએસઈ વિશ્ર્વનું સૌથી મોટુ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ છે.
વર્લ્ડ ફેડરેશન ઓફ એકસચેન્જીસ દ્વારા જાળવવામાં આવેલા આંકડા મુજબ 2025માં ટ્રેડસની સંખ્યા (ઈલેકટ્રોનીક ઓર્ડર બુક)ના આધારે ઈકવીટી સેગમેન્ટમાં એનએસઈ વિશ્ર્વમાં ત્રીજા ક્રમે છે. કંપની ભારતમાં પ્રથમ સ્તરના નિયમનકાર ફર્સ્ટ લેવલ રેગ્યુલેટર તરીકે કાર્ય કરે છે. આ ભૂમિકામાં તે રોકાણકારો, ઈશ્યુઅર્સ અને મધ્યસ્થીઓ સહિતના તમામ બજાર સહભાગીઓને સ્ટોક માર્કેટમાં સમાન, અપ્રતિબંધિત, પારદર્શક, અને નિષ્પક્ષ પ્રવેશ પૂરો પાડવા માટે પ્રતિબધ્ધ છે સાથે સાથે બજારનું વ્યવસ્થિત અને કાર્યક્ષમ સંચાલન જાળવી રાખવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે પણ કાર્યરત છે.
કલીયરીંગ અને સેટલમેન્ટ ભારતમાં કલીયરીંગ અને સેટલમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે ઓગસ્ટ 1995માં એનએસઈ કલીયરીંગ લીમીટેડની સ્થાપના કરવામાં આવી હતી.
ઈન્ડેકસ સૂચકાંક મે 1998માં ઈન્ડેકસ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. અને હાલમાં એનએસઈ ઈન્ડેકસ લીમીટેડ દ્વારા આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ડેટા એનાલીટીકસ, સમાચાર અને બજારના અપડેટ્સ, સંસ્થાકીય રોકાણકારો, એસેટ મેનેજરો અને નિયમનકારોને વ્યાપક રીઅલ ટાઈમ માર્કેટ ડેટા, બેન્ચમાર્ક ડેટા, ફીકસ્ડ ઈન્કમ વેલ્યુએશન અને વિશ્ર્લેષણાત્મક સાધનો પૂરા પાડવા જૂન 2000માં એનએસઈ ડેટા એન્ડ એનાલીટીકસ લીમીટેડની સ્થાપના કરવામાં આવી હતી.
વિદેશ ચલણ આધારિત ટ્રેડીંગ ભારતીય અને વિદેશી સંસ્થાઓને વિદેશી ચલણ આધારીત સિકયોરીટીઝ અને નાણાકીય ઉત્પાદનોમાં વેપાર કરવા તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારો સુધી પહોંચવા માટે સક્ષમ બનાવવાના ઉદેશ્ય સાથે નવેમ્બર 2016માં ગીફટ સિટી ખાતે કંપનીની પેટા કંપની તરીકે એનએસઈ ઈન્ટરનેશનલ એકસચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ દિવસના લગભગ 21 કલાક ટ્રેડીંગની સુવિધા આપે છે.