www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાત વર્ષ બાદ ભારતની ધરતી પર ચીનના રાષ્ટ્રવડાનું આગમન

જીનપીંગના આગમન સાથે જ `હવા' બદલી : ભારત - ચીન વચ્ચે સીધી હવાઈ સેવા


◙ ચીનની એરલાઈન્સની જાહેરાત : અગાઉ ઈન્ડીગોની હકારાત્મક ઉડાન શરૂ થતા ચીનની વળતી જાહેરાત

સાંજ સમાચાર

◙ 400 સભ્યોનું પ્રતિનિધિમંડળ : સાંજે મોદી-જીનપીંગ વચ્ચે શિખર બેઠક

નવી દિલ્હી
ચીનના રાષ્ટ્રવડા શ્રી જીનપીંગના આજે ભારત આગમન સાથે જ એક તરફ બ્રિકસ શિખર સંમેલનનું મહત્વ વૈશ્વિક રીતે અત્યંત મહત્વનું બની ગયું છે તો બીજી તરફ સતત તનાવમાં રહેવા ભારત ચીન સંબંધોમાં એક નવા મહત્વપૂર્ણ તથા સુખદ વળાંક આવે તેવા સંકેત છે. ચીનના રાષ્ટ્રવડા આજે બપોરે 12.55 કલાકે દિલ્હી પહોંચ્યા અને પાટનગરમાં જબરી સુરક્ષા વ્યવસ્થા ઔર મજબૂત થઈ ગઈ હતી.

શ્રી જીનપીંગ સાથે 400 સભ્યોનું તોતીંગ પ્રતિનિધિમંડળ ભારત આવ્યુ છે જે ગઈકાલથી જ પ્રારંભ થઈ ગયો હતો. જયા જીનપીંગના અનેક મહત્વના સાથી મંત્રીઓ ટોચની ચાઈનીઝ કંપનીઓના સીઈઓનો પણ સમાવેશ થાય છે તથા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના રાષ્ટ્રવડા શી જીનપીંગ સાથે મહત્વની દ્વીપક્ષી મંત્રણાઓ યોજાશે.

જો કે તે પુર્વે જ બન્ને દેશો વચ્ચે સમજુતીનો માહોલ બની ગયો છે. શ્રી જીનપીંગ છ વર્ષના ગાળા બાદ ભારત આવ્યા છે. તેમના આગમન પુર્વે જ આજથી જ ભારત-ચીન વચ્ચે સસ્પેન્ડ રહેલી સીધી હવાઈ સેવા ફરી શરૂ થઈ છે.

ચીનની લર્ધેન એરલાઈન જાહેરાત કરી છે કે તા.21 સપ્ટેમ્બર ગ્વાડાઝૂ-દિલ્હી વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરશે અને તબકકાવાર ભારત-ચીનને જોડતી એશિયાની રાઉન્ડ ટ્રીપ હવાઈ સેવા પણ શરૂ થશે. આ પુર્વે ભારતની એરલાઈન્સ ઈન્ડીગો કોલકતા-ગ્વાંગઝૂ વિમાની સેવા શરૂ કરી છે.

શ્રી જીનપીંગના આગમન પુર્વે ભારત ખાતેના ચીનના રાજદૂત શું ફેઈહાંગે એક મહત્વના વિધાનમાં ભારત સાથે મતભેદો હોવાનું સ્વીકારતા કહ્યું કે તેનાથી વાતચીત બંધ થશે નહી. સાત વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિના આગમન પુર્વે બન્ને વચ્ચેનો તનાવ ઘટાડવા માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

Print